Western Times News

Gujarati News

અક્ષય કુમાર અને ફરદીન ખાન ૧૭ વર્ષ બાદ ‘ખેલ ખેલ મૈં’માં સાથે કામ કરશે

મુંબઈ, અક્ષય કુમારે પોતાની કરિયરની નવેસરથી શરૂઆત કરી હોય તેમ કોમેડી ફિલ્મોની પસંદગી વધારી છે. અક્ષયની આગામી કોમેડી ફિલ્મ ‘ખેલ ખેલ મૈં’ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મની સ્ટોરીમાં એવા દોસ્તોની વાત છે, જેઓ વર્ષો બાદ ભેગા થાય છે અને ધમાલ મચાવે છે.

અક્ષય કુમારના મહત્ત્વના પ્રોજેક્ટમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. એકબીજાને મળવા અને જૂના દિવસો યાદ કરવા ભેગા થયેલા મિત્રોની ધમાચકડી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઉદેપુરથી માંડી લંડન સુધી વિવિધ લોકેશન્સ પર થયું છે.

ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. અક્ષય કુમાર અને ફરદીન ખાને છેલ્લે ૨૦૦૭ના વર્ષમાં ‘હે બેબી’માં સાથે કામ કર્યું હતું. ૧૭ વર્ષ બાદ તેઓ ‘ખેલ ખેલ મૈં’માં સાથે જોવા મળશે. ફિલ્મની સ્ટોરીમાં જૂના મિત્રો વર્ષો બાદ ડિનર માટે ભેગા થયા હતા. એક ગેમ દરમિયાન તેમના રહસ્યો ઉજાગર થવા માંડે છે અન તેના કારણે અણધારી ધમાલ ઊભી થાય છે. ફિલ્મમાં કોમેડીની સાથે ભરપૂર ડ્રામા છે.

ફિલ્મમાં અક્ષય કુમારના મિત્રનો રોલ ફરદીન ખાને કર્યો છે. અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ટાઈગર શ્રોફ સાથેની આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ તમિલ સ્ટાર સુર્યાની ફિલ્મ ‘સુરારાઈ પોટ્ટરુ’ની હિન્દી રીમેક ‘સિરફિરા’માં અક્ષય કુમાર જોવા મળશે. આ ઉપરાંત અક્ષય પાસે સિંઘમ, વેલકમ ટુ ધ જંગલ, સ્કાયફોર્સ, હાઉસફુલ ૫ અને જોલી એલએલબી ૩ જેવી ફિલ્મો પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.