અક્ષય કુમાર અને વીર પહાડિયાની કારકિર્દીનો મદાર સ્કાય ફોર્સ પર
મુંબઈ, બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, અભિનેતા તેની આગામી ફિલ્મ સ્કાય ફોર્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમિયાન એરપોર્ટ પર અક્ષય કુમાર અને વીર પહાડિયા જોવા મળ્યા હતા. ‘ખિલાડી કુમાર’ના સ્ટાઇલિશ અંદાજથી ચાહકો પ્રભાવિત થયા. અક્ષય કુમારની પાછલી ઘણી ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી છે.
હવે આ અભિનેતા ૨૦૨૫ માં તેની પહેલી ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. ખરેખર, અક્ષય હવે સ્કાય ફોર્સમાં જોવા મળશે. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અક્ષય પણ તેના સહ-અભિનેતા વીર પહાડિયા સાથે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે.
બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સોમવારે સવારે એક ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.આ દરમિયાન અક્ષય કુમાર કાળા ટ્રેક સૂટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો.અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સ્કાય ફોર્સથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલા વીર પહાડિયાને પણ સોમવારે સવારે એક ખાનગી એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો.વીર પણ ખૂબ જ સુંદર દેખાતો હતો.
તેણે કાળા પેન્ટ અને જેકેટ સાથે મરૂન રંગનો શર્ટ પહેર્યાે હતો. વીર કાળા ચશ્મામાં સારો દેખાતો હતો.વીર પહાડિયા અક્ષય કુમાર સાથે સ્કાય ફોર્સમાં દમદાર એક્શન કરતા જોવા મળશે.SS1MS