Western Times News

Gujarati News

ક્રિકેટરની પોસ્ટ વાંચીને ભાવુક થયા અક્ષય કુમાર

આનાથી વધુ દર્દનાક કંઈ નહીં હોઈ શકે

ચુકાદો આપતી વખતે કોર્ટે શિખરને પુત્રની કસ્ટડી આપી ન હતી પરંતુ તેને ભારત અને ઓસ્ટ્રેલિયામાં મળવાની પરવાનગી આપી હતી

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ભારતીય ક્રિકેટર શિખર ધવનની પોસ્ટ વાંચીને ભાવુક થઈ ગયો છે. હકીકતમાં, આ વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીની એક કોર્ટે શિખર ધવન અને તેની પત્ની આયેશાના છૂટાછેડાને મંજૂરી આપી હતી. ચુકાદો આપતી વખતે કોર્ટે શિખરને પુત્ર જોરાવરની કસ્ટડી આપી ન હતી પરંતુ તેને ભારત અને ઓસ્ટ્રેલિયામાં મળવાની પરવાનગી આપી હતી. જોકે, કોર્ટના આદેશ બાદ પણ આયેશા શિખર અને ઝોરાવરને એકબીજાથી અલગ રાખી રહી છે.

ગઈકાલે, શિખરે તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી તેના પુત્રથી દૂર છે. શિખરે તેની પોસ્ટમાં લખ્યું, “હું તને એક વર્ષથી મળ્યો નથી. ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. તેથી હું તમારી જૂની તસવીર પોસ્ટ કરી રહ્યો છું જેથી હું તને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકું.

તેણે પોસ્ટમાં લખ્યું મારા દીકરાને જન્મદિવસની શુભેચ્છા. એ પણ લખ્યું હતું કે હું તમને મળી શકતો નથી, પરંતુ, આ દુનિયામાં ટેલિપેથી નામની એક વસ્તુ છે. હું મારા હૃદયથી તમારી સાથે જોડાયેલ છું. મને તમારા પર ગર્વ છે. મને ખબર છે કે તમે સારું કરી રહ્યાં છો. અને તમે સારી રીતે મોટા થઈ રહ્યા છો. પપ્પા તમને ખૂબ યાદ કરે છે. તમને ખૂબ પ્રેમ કરે છે. શૈતાન બનો પરંતુ કોઈને નુકસાન ન કરતાં.

લોકોને મદદ કરો, દયાળુ બનો, ધીરજ રાખવાનું શીખો અને મજબૂત બનો. હું તાઋ સાથે વાત નથી કરી શકતો. જોઈ નથીબ શકતો પરંતુ હું તમને દરરોજ મેસેજ મોકલું છું. ઘણો પ્રેમ. – પપ્પા. શિખરની આ પોસ્ટને તેની ઈન્સ્ટા સ્ટોરીઝ પર શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘આ પોસ્ટ જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગયો છું. હું પણ પિતા છું. હું જાણું છું કે તમારા બાળકને ન મળવા, તેની સાથે વાત ન કરી શકવાથી વધુ પીડાદાયક કંઈ હોઈ શકે નહીં. હિંમત રાખ શિખર, લાખો લોકો તારા માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તું જલ્દી તારા પુત્રને મળી શકે. ગોડ બ્લેસ યુ…ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.