હૃતિકના જૂહુમાં આવેલા આલિશાન ઘર પર છે અક્ષય કુમારની નજર

મુંબઈ, હૃતિક રોશનના જૂહુ સ્થિત ઘર પર અક્ષય કુમારની નજર છે. અક્ષય કુમાર હૃતિક રોશનનું આ આલિશાન ઘર ખરીદવા માગે છે. ફિલ્મી જગતના સિતારાઓ અવારનવાર પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લઈને ચર્ચામાં રહે છે અને હાલ આ જ મુદ્દે અક્ષય કુમારના નામની ચર્ચા થઈ રહી છે.
અહેવાલ છે કે, હૃતિક રોશન પત્ની સુઝૈન ખાનથી અલગ થયા પછી માતાપિતા રહેતા હતા એ જ એરિયામાં આવેલા પલાઝો એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો હતો. હૃતિક ત્યાં લાંબા સમય સુધી રહ્યો અને હવે જૂહુ-વર્સોવા લિંક રોડ પર આવેલા વર્તમાન (પહેલા નામ મન્નત હતું) એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો છે.
હવે જે અહેવાલ સામે આવી રહ્યા છે તે પ્રમાણે, હૃતિક રોશન પોતાનું જૂહુ સ્થિતિ ઘર છોડવાનો હતો એ પહેલા અક્ષય કુમારે તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાેકે, અક્ષય કુમારે ઘર ખરીદ્યું કે નહીં તે અંગેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અક્ષય કુમારે આ ઘર ખરીદી લીધું છે. જણાવી દઈએ કે, જૂહુમાં આવેલું આ ઘર હૃતિક રોશનના નાના ઓમપ્રકાશનું છે. તેઓ પણ ફિલ્મમેકર હતા. તેમના નિધન બાદ આ બંગલો હૃતિક રોશનનાં મમ્મી પિંકી રોશનને મળ્યો છે કારણકે તેઓ એકમાત્ર વારસદાર છે.
જાેકે, એક તરફ મીડિયામાં એવા પણ અહેવાલ છે કે, હૃતિકે નાનાનું આ ઘર નથી વેચ્યું અને તે મૂંઝવણમાં છે. હૃતિકને એવું લાગે છે કે તેણે આ ઘર ના વેચવું જાેઈએ કારણકે તેની સાથે ઢગલાબંધ યાદો જાેડાયેલી છે. હૃતિકના નાના સાથે જાેડાયેલી કેટલીય યાદો આ ઘરની દિવલો વચ્ચે અકબંધ છે. આ જ કારણ છે કે હૃતિક આ ફ્લેટની ડીલ નથી કરી રહ્યો.
વર્કફ્રંટની વાત કરીએ તો, ૩૦ સપ્ટેમ્બરે હૃતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં છે. હવે હૃતિક દીપિકા પાદુકોણ સાથે એક્શન ફિલ્મ ‘ફાઈટર’માં જાેવા મળશે. અક્ષય કુમારની વાત કરીએ તો તે, ‘રામ સેતુ’, ‘ઓએમજી ૨’, ‘કેપ્સુલ ગિલ’ અને તમિલ હિટ ફિલ્મ ‘સુરારી પોટરુ’ની હિન્દી રિમેકમાં જાેવા મળશે.SS1MS