અક્ષય કુમાર હાલમાં એક હિટ માટે તરસી રહ્યો છે

મુંબઈ, બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સને એÂક્ટંગની સાથે ક્રિકેટમાં પણ ઘણો રસ છે. ઘણા સેલેબ્સ ક્રિકેટ ટીમના માલિક પણ છે. જેમાં શાહરૂખ ખાનથી લઈને જુહી ચાવલા અને પ્રીતિ ઝિન્ટા સુધીના નામ સામેલ છે.
હવે આ યાદીમાં બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું નામ પણ જોડાઈ ગયું છે. હા, અક્ષય કુમાર પણ એક ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. અક્ષય કુમાર પણ સુપરસ્ટાર્સની લીગમાં જોડાઈ ગયો છે જેઓ ક્રિકેટ ટીમના માલિક છે.
અભિનેતાએ તાજેતરમાં નવી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં શ્રીનગરની ટીમ ખરીદી છે, જે તેની પ્રથમ ટેનર બોલ ટી૧૦ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જે સ્ટેડિયમની અંદર ૨ માર્ચથી ૯ માર્ચ ૨૦૨૪ સુધી રમાશે.
તમને જણાવી દઈએ કે ખિલાડી કુમારને સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટનો ઊંડો શોખ છે.
અહેવાલ મુજબ, પોતાના નવા સાહસ વિશે વાત કરતી વખતે, અક્ષય કુમારે કહ્યું, “હું આઈએસપીએલ અને શ્રીનગરની ટીમનો ભાગ બનીને રોમાંચિત છું.
આ ટુર્નામેન્ટ ક્રિકેટની દુનિયામાં ગેમ-ચેન્જર બનવાનું વચન આપે છે અને હું આ અનોખા રમતગમતના પ્રયાસમાં મોખરે રહેવા માટે ઉત્સુક છું.” અક્ષય કુમારે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ક્રિકેટ ટીમના માલિક બનવાના નિર્ણયની જાહેરાત કરી છે.
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા હાલમાં એક હિટ માટે તરસી રહ્યો છે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ મિશન રાનીગંજ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. અભિનેતાને આશા છે કે ૨૦૨૪ તેના માટે નસીબદાર સાબિત થશે.
તમને જણાવી દઈએ કે આવતા વર્ષે અક્ષય કુમારની પહેલી રિલીઝ અલી અબ્બાસ ઝફરની ‘બડે મિયાં છોટે મિયાં’ હશે જે એપ્રિલમાં ઈદ પર રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ હશે અને આશા રાખી શકાય છે કે ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ એક્શન સિક્વન્સ હશે. અક્ષય આગળ રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં કેમિયોમાં જોવા મળશે, જ્યાં તે વીર સૂર્યવંશીની ભૂમિકા ભજવશે જે અજય દેવગનને જેકી શ્રોફના પાત્ર સામે તેના મિશનમાં મદદ કરશે. તેની પાસે વીર પહાડિયા સાથે સ્કાય ફોર્સ પણ છે. SS1SS