અક્ષય કુમાર રુકેગા નહીં, ‘સ્કાયફોર્સ’નું શૂટિંગ પૂરું થયું
મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાયફોર્સ’ ઘણા વખતથી ચર્ચામાં છે. પાછલા ત્રણ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસી રહેલા અક્ષય કુમાર પાસે નિષ્ફળતાનો અફસોસ કરવાનો સમય પણ નથી. તેઓ સતત શૂટિંગમાં વ્યસ્ત રહે છે અને સફળતાની ચાહતમાં સતત આગળ વધતા રહે છે.
તાજેતરમાં જ અક્ષય કુમારે ‘સ્કાયફોર્સ’નું શૂટિંગ પૂરું કર્યું છે. સંદીપ કેલવાણી અને અભિષેક અનિલ કપૂરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૧૯૬૦-૭૦ના દાયકાના ભારત પાકિસ્તાન મુદ્દા પર આ ફિલ્મ આધારીત છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક દિવસના સંદર્ભે દેશભક્તિના રંગની ફિલ્મ રિલીઝ થશે.
આ ફિલ્મના ડિરેક્ટર સંદીપ કેલવાણી અને અભિષેક અનિલ કપુરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફિલ્મના કાસ્ટ અને ક્‰ માટે આભાર વ્યક્ત કર્યાે હતો. કેલવાણીએ લખ્યું હતું,“જેમણે પણ સ્કાયફોર્સ માટે કામ કર્યું છે એ દરેકનો હું આભારી છું. આ ફિલ્મને જીવંત કરવી એ ખરેખર એક ચેલેન્જિંગ કામ હતું, પરંતુ ક્‰ના સમર્પણભાવથી જ આ શક્ય બન્યું છે.” અભિષેક અનિલ કપુરે જણાવ્યું,“સ્કાયફોર્સ માટે કામ કરનાર દરેકનો આભાર માનું એટલો ઓછો છે.
આ ફિલ્મ પાર પાડવી અઘરી હતી. પરંતુ ક્‰એ આ ફિલ્મને શક્ય બનાવી છે.”‘સ્કાયફોર્સ’માં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન, નિમરત કૌર, વીર પહારિયા અને શરદ કેલકર જેવા પ્રતિભાશાળી કલાકારો છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન વાર દરમિયાનની ભારતની પાકિસ્તાન પર પહેલી એરસ્ટ્રાઇક પર આધારીત છે.
‘જવાન’ અને ‘પઠાણ’ સહીતની ફિલ્મો માટે જાણીતા ક્રેગ મેક્રી દ્વારા આ ફિલ્મની એક્શન કારિયોગ્રાફ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ દેશમાં ‘મુંબઈ’, ‘લખનૌ’, ‘અમૃતસર’ અને દિલ્હી જેવા શહેરો સહીત યુકેમાં પણ થયું છે. તાજેતરમાં જ મસુરીમાં ખાસ ગીતના શૂટિંગ સાથે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે.
થોડા દિવસ અગાઉ ફિલ્મના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સારા અલી ખાન અને વીર પહારિયા એક ગઢવાલી સોંગ પર ડાન્સ કરી રહ્યાં હતાં.SS1MS