અક્ષય કુમારે દર્શકોને ‘કેસરી ૨’જોતી વખતે ફોનનો ઉપયોગ ટાળવા વિનંતિ કરી

મુંબઈ, ‘કેસરી ૨’ ફિલ્મની રિલીઝના ૩ દિવસ પહેલાં અક્ષય કુમાર અને ફિલ્મની સમગ્ર કાસ્ટ મંગળવારે નવી દલ્હી ખાતે યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયરમાં હાજર રહી હતી. આ ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમારે દર્શકોને ખાસ વિનંતિ કરી હતી.
અક્ષયે ત્યાં આવેલા દરેકને વિનંતિ કરી હતી કે તેઓ ‘કેસરી ૨’ જોતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરે અને પૂરા ધ્યાન સાથે ફિલ્મને અનુભવે. આ ઇવેન્ટમાં અક્ષય કુમારે લકોને વિનંતિ કરતા કહ્યું, “હું બધાને નમ્રતાપૂર્વક વિનંતિ કરું છું કે તમારા ફોન મહેરબાની કરીને તમારા ખિસ્સામાં રાખો અને ફિલ્મનો દરેક ડાયલોગ ધ્યાનથી સાંભળો. અમારા માટે એ બહુ મહત્વનું છે.
જો તેમ ચાલુ ફિલ્મે તમારું ઇન્સ્ટાગ્રામ ખોલીને જુઓ છો તો એ ફિલ્મ માટે મોટું અપમાન હશે. તો હું દરેકને વિનંતિ કરું છું કે તમારા ફોન ફિલ્મ દરમિયાન દુર જ રાખશો.”દિલ્હી ખાતે યોજાયેલા આ ખાસ સ્ક્રિનીંગમાં કેટલાક જાણીતા રાજતીય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
તેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ભાજપના સંસદ સભ્યો અનુરાગ ઠાકુર, બંસુરી સ્વરાજ તેમજ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી, મનિનંદર સિંઘ સિરસા, કપિલ મિશ્રા અને આશિષ સૂદ સહીતના લોકો હાજર હતા.
આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે આર.માધવન પણ હાજર હતો, જેણે આ મહેમાનોનું વ્યક્તિગત રીતે સ્વાગત પણ કર્યું હતું. ચાણક્યપુરીના એક જાણીતા થિએટરમાં આ પ્રિમીયર યોજાયું હતું. આ બાબતે ફિલ્મના દર્શકો અને અક્ષયના ફૅન્સ પણ ઘણા ઉત્સાહીત હતા.
આ ફિલ્મ સાથે કરણ સિંઘ ત્યાગીએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ સત્ય ઘટના આધારીત છે, જે જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટના સામે બ્રિટિશ સામ્રાજ્ય સામે કોર્ટમાં કેસ લડેલાં વકીલ સી.સંકરન નાયરના ૧૯૨૦ના વર્ષના કેસ પર આધારીત ફિલ્મ છે.
ફિલ્મમાં ૧૯૨૪ના માનહાનિના કેસની વાત છે, આ કેસ અંગે ‘કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પુસ્તક પરથી ફિલ્મનો આધાર લેવાયો છે. આ પુસ્તક રઘુ પલટ, નાયરના પૌત્ર અને તેમની પત્ની પુષ્પા પલટ દ્વારા લખવામાં આવ્યું છે.
પંજાબમાં એ વખતના બ્રિટિશ લેપ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ’ડાયરના પુસ્તકમાં ખુલાસો કર્યા બાદ નાયર સામે કેસ થયો હતો. તે જ જલિયાંવાલા બાગની ઘટનાનો માસ્ટર માઇન્ડ હતો. ‘કેસરી ૨’ કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને ૧૮ એપ્રિલે રિલીઝ થવાની છે.SS1MS