Western Times News

Gujarati News

અક્ષય કુમાર, સંજય દત્ત, અભિષેક, ચંકી પાંડેનું ક્રૂઝ ધમાલથી હાઉસફૂલ

મુંબઈ, છેલ્લાં ઘણા વખતથી ‘હાઉસફૂલ ૫’ અને તેની વિશાળ અને ધમાલ સ્ટાર કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલે છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જ્હોની લીવર, ચંકી પાંડે અને ડિનો મોરિયા સહીતની મોટી સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું શૂટ ક્‰ઝ શિપ પર થતું હોવાના અહેવાલો છે.

એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં એક મર્ડર મિસ્ટ્રી આધારીત સ્ટોરી હશે, એક ક્›ઝમાં મર્ડર થશે અને સમગ્ર કાસ્ટ શંકાના ઘેરામાં આવી જશે. આ કાસ્ટમાં બે કલાકારો પોલીસના રોલમાં હશે જ્યારે બાકીના લોકો ક્‰ઝના મહેમાનો હશે. સૂત્રના જણાવ્યા અનુસાર, “આ કાસ્ટમાં બે કલાકારો પોલિક ઓફિસરનો રોલ કરી રહ્યા છે અને તેઓ ખુની કોણ છે તે શોધવાની કોશિશ કરશે, ફિલ્મના મેકર્સનો દાવો છે કે દર્શકોને ખુબ હસવું આવશે અને મજા પડશે.”

આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, ફરદીન ખાન, જેકલિન ફર્નાન્ડિઝ, સોનમ બાજવા, વનરગિઝ ફખરી, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંઘ, સૌંદર્યા શર્મા.

શ્રેયસ તળપદે, નિકિતિન ધીર, રણજીત અને આકાશદિપ સબીર પણ મહત્વના રોલમાં જોવા મળશે.ડિસેમ્બર ૨૦૨૪માં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. તેમણે આ ફિલ્મ પૂરી કરતા પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, “હાઉસફૂલ ૫ પૂરી થઈ, લાગણીઓનું રોલર કોસ્ટર, હાસ્યથી ભરપુર, મહેનત અને ન ભુલી શકાય તેવી યાદો. ખુલીને હસવા તૈયાર થઈ જાઓ – ૬ જૂન ૨૦૨૫માં તમારી નજીકના સિનેમા ઘરોમાં.”

એવા પણ અહેવાલો છે કે માર્ચ ૨૦૨૫માં આ ફિલ્મનું થિએટ્રીકલ ટ્રેલર લોંચ થશે. સલમાન ખાનની સિકંદર સાથે આ ટ્રેલર લોંચ થશે. હાઉસફુલની સ્ક્રિપ્ટ ઘણી અલગ છે, જ્યાં ક્‰ઝ પર ધમાલ મચે છે. સ્ટોરીમાં થ્રિલ છે અને ગાંડપણ છે, જેમાં અલગ અલગ પરિસ્થિતિમાંથી હાસ્ય ઉપજશે. તરુણ મનસુખાનીએ ડિરેક્ટ અને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૬ જૂને રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.