૧૨૦૦ ક્રૂ સભ્યો સાથે અક્ષય કુમાર એક મહિનો કાશ્મીરમાં શૂટિંગ કરશે
મુંબઈ, અક્ષય કુમારની બિગ બજેટ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું હતું. મુંબઈમાં શીડ્યુલ પૂરું થયા બાદ અક્ષય અને સમગ્ર ટીમ કાશ્મીર જવાની તૈયારી કરી રહી છે. કાશ્મીરમાં ૧૨૦૦ ક્રૂ સભ્યો સાથે શૂટિંગ કરવામાં આવશે અને આ શૂટિંગ એક મહિનો લાંબું ચાલશે.
આ શીડ્યુલમાં એક્શન સીક્વન્સ અને ગીતો તૈયાર કરવામાં આવશે. અહેમદ ખાનના ડાયરેક્શનમાં ફિરોઝ એ. નડિયાદવાલા ‘વેલકમ ટુ ધ જંગલ’ને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ફિલ્મને એક્શન અને મનોરંજનથી ભરપૂર રાખવાની સાથે કમ્પલિટ હિન્દી મસાલા ફિલ્મ બનાવવાનો પ્રયાસ છે અને તેથી ગીતોને પણ મહત્ત્વ અપાયું છે.
ફિલ્મના ગીતો અને એક્શન સીક્વન્સના શૂટિંગ માટે કાશ્મીરના લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ક્રૂના ૧૨૦૦ સભ્યોની મદદથી ૨૫૦ લશ્કરી જવાન, ૩૫૦ સરકારી કર્મચારી, ૩૦૦ કાશ્મીરી લોકલ બતાવવામાં આવશે. ફિલ્મના એક્શન સીનમાં અનેક હેલિકોપ્ટર પણ જોવા મળશે.
મુંબઈ ખાતે શૂટિંગ દરમિયાન ‘વેલકમ ટુ ધ જંગલ’ના એક સીન માટે ૨૦૦ ઘોડા અને ઘોડેસવાર બોલાવાયા હતા. લોનાવાલા, મહાબળેશ્વર સહિત અનેક સ્થળેથી ઘોડા ભેગા કરીને એક્શન સીન શૂટ થયો હતો.SS!MS