Western Times News

Gujarati News

OSCARમાં જશે અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ

મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ ૬ ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી હતી. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી ઘણી પ્રશંસા મળી છે. જે લોકો ફિલ્મ જાેઈને થિયેટરમાંથી બહાર આવ્યા તેઓ પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી. જાે કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી ગતિએ કમાણી કરી રહી છે.

હાલમાં જ અક્ષય કુમારની ‘મિશન રાનીગંજ’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘મિશન રાનીગંજ’ના નિર્માતા અક્ષય કુમારની ફિલ્મને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કારમાં લઈ જઈ રહ્યા છે. મિશન રાનીગંજ’ની સ્ટોરી લાખો લોકોને પ્રેરણા આપે છે.

અક્ષય કુમારે પોતાની ફિલ્મ દ્વારા દર્શકોને આ સાચા હીરોની કહાની બતાવી કે કેવી રીતે જસવંત સિંહ ગીલે ‘રાનીગંજ’ કોલસાની ખાણમાંથી ૬૫ મજૂરોને બચાવ્યા હતા. હવે સામે આવેલી માહિતી અનુસાર, આ ફિલ્મના મેકર્સ ‘મિશન રાનીગંજ’ને ઓસ્કાર એકેડમીમાં સબમિટ કરશે.

આરઆરઆરના નિર્માતાઓની જેમ, તેણે મિશન રાનીગંજને ઓસ્કાર એવોર્ડ્‌સ માટે સ્વતંત્ર રીતે સબમિટ કરવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઓસ્કાર એવોર્ડ માટે દેશની સત્તાવાર એન્ટ્રી મલયાલમ ફિલ્મ ૨૦૧૮ છે, જેની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા કેરળમાં આવેલા પૂર પર આધારિત છે. ઓસ્કારમાં ૨૦૧૮ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધા કરશે. ૨૦૨૨ માં SS રાજામૌલીએ તેમની ફિલ્મ RRR માટે ઓસ્કાર જીત્યો, જેણે શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં જીત મેળવી.

ફિલ્મના નાટુ નાટુ ગીતે ઓસ્કાર જીત્યો હતો. ગુજરાતી ફિલ્મ છેલ્સો શોને સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કારની શોર્ટ ફિલ્મ યાદીમાં સામેલ હતી. દર વર્ષે ચાહકો ઓસ્કાર એવોર્ડની આતુરતાથી રાહ જાેતા હોય છે. આવતા વર્ષે, ૧૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ લોસ એન્જલસમાં ૯૬માં એકેડેમી એવોર્ડ્‌સ યોજાશે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની યાદીમાં કઈ હોલીવુડ અને ભારતીય ફિલ્મોએ નામાંકનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, તેની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.