Western Times News

Gujarati News

અક્ષય કુમારના કથકલી અવતારે દર્શકોને આકર્ષી લીધા

મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ૨’ ટૂંક સમયમાં મોટા પડદે આવી રહી છે, જેમાં ઇતિહાસના એક મહત્વના પ્રકરણની વાત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર બ્રિટિશ સામ્રાજ્ય સામે જલિયાંવાલા બાગ મુદ્દે લડેલાં વકીલ સી.સંકરન નાયરનું પાત્ર ભજવે છે.

જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછીની ઘટનાઓ પર આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.ત્યારે અક્ષયે બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી.

જેમાં તે કેરાલાનાં પારંપરિક કથકલી નૃત્યનાં વેશમાં દેખાય છે. તેના આ લૂકને દર્શકોએ પાવરફૂલ ગણાવ્યો હતો. ફિલ્મના નવા પોસ્ટરમાં અક્ષયનો લૂક એટલો અસરકારક છે કે તેને અવગણી શકાય નહીં. આ પોસ્ટર સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું કે આ માત્ર કોસ્ચ્યુમ નથી પરંતુ મારા દેશની પરંપરા, સત્ય અને અન્યાય સામેની લડતની નિશાની છે.

અક્ષયે લખ્યું, “આ માત્ર એક કોસ્યુમ નથી. પરંતુ મારા દેશની પરંપરા, સત્ય અને અન્યાય સામેની લડતની નિશાની છે. સી સંકરન નાયર કોઈ હથિયાર સાથે નહોતા લડ્યા. તેઓ કાયદા અને દિલમાં વતન માટેની આગ સાથે બ્રિટિશ રાજ સામે લડ્યા હતા.

આ ૧૮ એપ્રિલે અમે તમારી સમક્ષ એક એવી કોર્ટ ટ્રાયલ લઇને આવીશું, જે ટેક્સ્ટ બૂકમાં ક્યારેય ભણાવવામાં આવી નથી.”અક્ષયે જેવી આ પોસ્ટ લખી કે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ફૅન્સ અને સેલેબ્ઝ બધાંની કમેન્ટ અને રિએક્શ્ન્‌સનો વરસાદ થઈ ગયો હતો.

ભૂમિ પેડનેકર, રકુલપ્રીત સિંહ સહિતના સેલેબ્ઝે આ લૂકને વખાણ્યો હતો. લોકોએ અક્ષયની આ તસવીરને પાવરફૂલ ગણાવી હતી. તો કોઈએ આ તસવીરને તેના કમબૅકનો સમય ગણાવી હતી. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને આર.માધવન પણ મહત્વના રોલમાં હશે. ફિલ્મ ૧૮ એપ્રિલે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.