Western Times News

Gujarati News

અક્ષય કુમારની મિશન રાનીગંજનું ટીઝર રિલીઝ

મુંબઈ, ફિલ્મોનું ટિઝર અને ટ્રેલર ફિલ્મોને સુપરહિટ બનાવવાનું કામ કરે છે. આમ તમે જ્યારે કોઇ ટિઝર અને ટ્રેલર જુઓ છો અને તમને ગમી જાય છે તો તમને મુવી જવાનું મન ચોક્કસથી થાય છે.

આ માટે ટ્રેલર અને ટિઝર દમદાર હોવુ ખૂબ જરૂરી છે. આમ વાત કરવામાં આવે તો અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘મિશન રાનીગંજ’ નું ટિઝર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું ટિઝર રિલીઝ થતાની કલાકોમાં કરોડ વ્યૂઝ થઇ ગયા છે. ‘મિશન રાનીગંજ’ના ટિઝરને ૨૪ કલાકમાં ૪ કરોડથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ યૂટ્યુબ અને ટિ્‌વટર પર પણ ઈંમિશન રાનીગંજના નામથી ટ્રેન્ડ થઇ રહ્યુ છે. અક્ષય કુમારની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ OMG૨ એ સાબિત કરી દીધુ છે કે આ ફિલ્મના માધ્યમથી ઓડિયન્સને એન્ટરટેનમેન્ટની સાથે-સાથે એક સંદેશો પણ આપવા ઇચ્છી રહ્યા છે. આપણાં દેશમાં રિયલ લાઇફ હિરોની કહાની ઓડિયન્સને હંમેશા પસંદ આવતી હોય છે. આમ, અક્ષય કુમાર એક રિયલ લાઇફ હિરો સ્વર્ગીય જસવંત સિંહ ગિલના રૂપમાં જાેવા મળશે.

https://www.youtube.com/watch?reload=9&v=BhyGiEd42zM

ટિઝરમાં તમે જાેઇ શકો છો કે આ કહાની સ્વર્ગીય જસવંત સિંહ ગિલની છે. ૧૯૮૯માં કોલસાની ખાણમાં થયેલા ભયાનક અકસ્માત પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મની કહાની લોકોને જરૂર પસંદ પડે એવી છે. જાે કે ટિઝર જ એટલું દમદાર છે કે જે જાેઇને આપણને મુવી જાેવા જવાનું મન થઇ જાય.

આ મિશન દુનિયા માટે સૌથી સફળ બચાવ અભિયાનોમાંથી એક છે. આ ટિઝરને જાેઇને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જાે કે આ ફિલ્મનું ટિઝર સામે આવ્યા પછી દર્શકોમાં ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દમદાર કહાની સાથે ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ આ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ ફિલ્મ એન્ટરટેનમેન્ટની સાથે-સાથે કોઇ પણ હિંમત ના હારવી અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો સંદેશો આપે છે. નોંધનીય છે કે અક્ષય કુમાર જે ફિલ્મોમાં પોતાનો રોલ કરે છે એ કંઇક અલગ રીતે જ હોય છે. અનેક સીનમાં તમને અક્ષય કુમારની મહેનત જાેવા મળતી હોય છે. જાે કે અક્ષય કુમારના ફેન્સ આ ટિઝરને જાેઇને ખુશ-ખુશ થઇ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.