અક્ષય કુમારનું કન્નપ્પામાં ‘શિવસ્વરૂપ’ રજૂ થયું
મુંબઈ, સાઉથની ફિલ્મોના જાણીતા ડિરેક્ટર વિશ્ણુ માંચુની માઇથોલોજિકલ ફિલ્મ ‘કન્નપ્પા’ ૨૫ એપ્રિલે રિલીઝ થવાની છે અને આ ૨૦૨૫ની સૌથી વૈભવી ફિલ્મ ગણાય છે. આ ફિલ્મમાં જાણીતા કલાકારો છે, તેમા અક્ષય કુમારનો પણ સમાવેશ થાય છે. તે આ ફિલ્મમાં ભગવાન શિવનો ખાસ રોલ કરવાનો છે. સોમવારે ફિલ્મના મેકર્સ દ્વારા ભગવાન શિવનું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે, તેમાં અક્ષય શિવ સ્વરૂપે દેખાય છે.
તેમાં અક્ષય કુમાર હાથમાં ત્રિશૂળ અને ડમરૂ પકડેલો દેખાય છે, તે એક ટેકરી પર એક પગે ઉભો છે અને તેની ટૅગલાઇન છે, ‘સર્વાેચ્ચ નેતા જે ત્રણે વિશ્વ પર રાજ કરે છે તે પોતાને શુદ્ધ શ્રદ્ધાને હવાલે કરી દે છે.’અક્ષય કુમારે પણ આ પોસ્ટર શેર કર્યું હતું અને પોતાની ઉસ્તુકતા વ્યક્ત કરતા કહ્યું લખ્યું,‘કન્નપ્પા માટે મહાદેવના પવિત્ર ઓરામાં પ્રવેશ કરી રહ્યો છું. આ મહાન દંતકથાને જીવંત કરતા ગૌરવ અનુભવું છું.
ભગવાન શિવ આ આદ્યાત્મિક સફરમાં આપણને દિશા દર્શાવશે. ઓમ નમઃ શિવાય!’ આ પહેલાં પણ અક્ષય ‘ઓએમજી’માં ભગવાન શિવનો રોલ કરી રહ્યો છે.
આ જ ળેન્ચાઇઝીની પહેલી ફિલ્મમાં તેણે ભગવાન કૃષ્ણનો રોલ કર્યાે હતો. આ ફિલ્મમાં કન્નપ્પા નયન્નરની દંતકથા છે, જેઓ ભગવાન શિવના ભક્ત હતા. આ દંતકથા આંધ્રપ્રદેશના શ્રીકલાહસ્તિત્વરા મંદિર સાથે સંકળાયેલી છે. દંતકથા મુજબ કન્ન્પ્પાએ શિવનના ચરણોમાં પોતાની આંખો કુર્બાન કરી દિધી હતી.
થોડાં દિવસ પહેલાં મેકર્સ દ્વારા કાજલનું પણ પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું, જેમાં તે પાર્વતિનો રોલ કરે છે. મુકેશ કુમાર સિંહ ડિરેક્ટ કરે છે, તેવી આ ફિલ્મમાં પ્રભાસ, કાજલ અગ્રવાલ, મોહન બાબુ, મધુ અને મોહનલાલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ન્યુઝીલેન્ડમાં શૂટ થઈ છે.SS1MS