Western Times News

Gujarati News

જેકી ભગનાની વરઘોડામાં અક્ષય-ટાઇગરે ડાન્સ કરીને મચાવી ધૂમ

મુંબઈ, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા છે. કપલે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગોવામાં લગ્ન કર્યા. આ લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં અનેક સેલેબ્સ અને પરિવારે હાજરી આપી હતી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના વિડીયો અને તસવીરો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જો કે હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો ધૂમ મચાવે છે જેમાં અક્ષય કુમાર અને ટાઇગર જેકીના વરઘોડામાં ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં અક્ષય અને ટાઇગર શ્રોફે હાજરી આપી હતી.

વાયરલ થઇ રહેલા વિડીયોમાં તમે જોઇ શકો છો કે અક્ષય અને ટાઇગર પહેલાં જેકીને ગળે મળે છે. ત્યારબાદ મહેમાનોંની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બન્ને એક્ટર બ્લેક આઉટફિટમાં હેન્ડસમ હિરો દેખાઇ રહ્યા છે.

આ સાથે લુકને બ્લેક શેડ્‌સની સાથે કમ્પ્લીટ કર્યો હતો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાંથી સામે આવેલા વિડીયોમાં અક્ષય અને ટાઇગરને જોઇને તમે પણ ફિદા થઇ જશો. આમ, તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ દિવસોમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઇને સતત ચર્ચામાં બનેલા છે. આ ફિલ્મમાં પહેલી વાર બન્ને સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ ફિલ્મ આ વર્ષે ઇદના તહેવારે રિલીઝ થશે. લગ્નમાં કપલની ડ્રેસિંગની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે આછા ગુલાબી રંગના લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી હતી, જ્યારે જેકી ભગનાની સફેદ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગભગ ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગોવામાં આઇટીસી ગ્રાન્ડ સાઉથ ખાતે આ કપલે લગ્ન કર્યા હતા. તમે ટૂંક સમયમાં રકુલને ફિલ્મ ‘ઇન્ડિયન ૨’માં જોશો, જ્યારે જેકી ભગનાની તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.