Western Times News

Gujarati News

આ અક્ષય તૃતીયાના પ્રસંગે તનિષ્કએ શ્રેષ્ઠ શિલ્પ કૌશલ સાથે ઈન્ટ્રિકેટ કુંદન કલેક્શન રજૂ કર્યું

એપ્રિલ,2025: અક્ષય તૃતીયાનો શુભ તહેવાર નજીક આવતાની સાથે જ ટાટા ગૃપની ભારતની સૌથી વિશાળ જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કએ તેનો લેટેસ્ટ કુંદન સ્ટોરીઝ કલેક્શન રજૂ કર્યો છે. આ કલેક્શનમાં શ્રેષ્ઠ ડિઝાઈન તથા આર્ટીસ્ટ્રી મારફતે ગોલ્ડ ક્રાફ્ટ્સમેનશીપની સાથે શ્રેષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

અક્ષય તૃતીયા અને ઉનાળાની લગ્નગાળાની સિઝન સાથે આ કલેક્શન તનિષ્કની સંપૂર્ણ કટિબદ્ધતાને દર્શાવે છે કે જે હેન્ડક્રાફ્ટેડ શ્રેષ્ઠ કલાત્મક કૃતિઓને રજૂ કરે છે અને તે સમકાલીન સમયની રજૂઆત સાથે વિરાસત એટલે કે હેરીટેજનો સુંદર તાલમેલ ધરાવે છે. ભારતમાં મહિલાઓના જીવનમાં ખાસ પ્રસંગોની સુંદરતા તથા આનંદદાયક માહોલને દર્શાવતી આ ડિઝાઈન સાથે તનિષ્કનો લક્ષ્ય મહિલાઓને તેમની જર્નીને એક અભિન્ન ભાગ બનાવવાનો છે.

ભારતના વૈવિધ્યતાથી ભરપૂર સાંસ્કૃતિક વારસા તથા મહિલાઓ પાસેથી પ્રેરણા મેળવીને તનિષ્કએ કુંદન સ્ટોરીઝ કલેક્શનની દરેક જ્વેલરીને 200 કલાકથી વધારે સમય સુધી હેન્ડક્રાફ્ટેડ કરેલ છે, જે તનિષ્કની અદભૂત શિલ્પ કૌશલ અને વિશ્વાસની ધરોહરને મજબૂત બનાવે છે. આ કલેક્શનમાં ટક્કર કે કામ, તલાફ, ઘુંઘરુ, બન્ચિંગ, તારના કામ, મોતી કામ, અને પ્રગતિશીલ ડાઈ-સ્ટેમ્પિંગ ટેકનિકથી સજ્જ રાજસી ડિઝાઈનનો સમાવેશ થાય છે.

જે પરંપરાગત અને આધુનિકતા વચ્ચે ઉત્તમ રીતે સંતુલનને સુનિશ્ચિત કરે છે. અક્ષય તૃતિયા સાંસ્કૃતિક પરંપરાઓ સાથે વ્યાપક રીતે જોડાયેલ છે, તે શુભ શરૂઆતનું પ્રતીક છે અને એવી જ્વેલરીની વધતી માંગ સાથે જોડાયેલ છે કે જે વિરાસતને કલાત્મક રીતે અને લાંબાગાળાના મૂલ્ય સાથે તાલમેલ ધરાવે છે. અલબત ગ્રાહકોની પ્રાથમિકતા ખાસ રીતે તૈયાર કરવામાં આવતા સોનાના આભૂષણો તરફ વધી રહી છે. માટે આ સમૃદ્ધ કલેક્શન તથા ટાઈમલેસ એલિજન્સનું પ્રતીક બનાવીને ઉત્પસવોનું ખાસ ભાગ બની ગયા છે.

ઉનાળામાં લગ્નગાળાની સિઝન નજીક આવતાની સાથે જ કુંદન સ્ટોરીઝ કલેક્શન આધુનિક ભારતીય દુલ્હન માટે પરંપરાગત ભાતીગળ અને સમકાલીન આકર્ષણનું એક ઉત્તમ સંતુલનને રજૂ કરે છે. જેમ-જેમ લગ્નની સિઝન કેન્દ્રમાં આવે છે, કુંદન આધુનિક દુલ્હનની સાથે બિલકુલ સહજતાથી હળીમળી જાય છે, અને બ્રાન્ડની ખાસ પ્રકારની ડિઝાઈનની ઉચ્ચ ગુણવત્તાવાળી રજૂઆતને દર્શાવે છે,

ટાઈમલેસ બ્યુટીને પ્રતિબિંબિત કરે છે. તનિષ્ક હાઈ-ક્રાફ્ટ્સમેનશીપ ગોલ્ડ જ્વેલરીમાં નવા સીમાચીન્હને સ્થાપિત કરી રહી છે, જેથી આ પરંપરાગત અને નવીનત્તમ મિશ્રણનો સમન્વય ઈચ્છતી દુલ્હનો માટે તે એક પસંદગીની બ્રાન્ડ બની ગયેલ છે.

તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફિસર શ્રી પેલ્કી શેરિંગે કહ્યું કે, “તનિષ્કમાં દરેક વસ્તુ એક કહાની છે, જેને અમારા કારીગરોના હાથ વડે આકાર આપવામાં આવેલ છે અને તે તનિષ્ક વૂમનની ભાવનાથી પ્રેરિત છે. નવી શરૂઆતની સિઝન માટે અમારું નવું કલેક્શન કુંદન સ્ટોરીઝ વિરાસતને આધુનિક લાલિત્યનું ઉત્તમ મિશ્રણ કરે છે, પરંપરાગત શિલ્પની સમકાલીન સુંદરતાની ઉજવણી કરે છે, તથા વર્તમાન દુનિયા માટે જ્વેલરીની પુનઃકલ્પના છે.

અલબત વધુ ગ્રાહક સાર્થકતા, ઉચ્ચ મૂલ્યયુક્ત સામાનની તપાસ કરી રહેલ છે, માટે અમે અમારી શ્રેષ્ઠ ગોલ્ડ રેટ અને ઓલ્ડ ગોલ્ડ એક્સચેન્જ પ્રોગ્રામ જેવી ઓફરને પસંદ કરતાં જોઈ રહ્યા છીએ. આશરે એક લાખથી વધારે દુલ્હનો તેમના ખાસ દિવસ માટે અમારી પસંદગી કરે છે- આ એક વિશ્વાસ છે કે જેને અમે ખૂબ જ નજીકતાથી જોઈ છીએ, કારણ કે અમે એવી જ્વેલરી તૈયાર કરવાનું જાળવી રાખ્યું છે કે જે તે ક્ષણોને માટે સાર્થક રીતે યાદગાર બનાવે છે.”

ફેસ્ટીવલ શોપિંગના અનુભવને વધુ સારો બનાવવા માટે તનિષ્ક ગોલ્ડ જ્વેલરી અને ડાયમન્ડ જ્વેલરી તૈયાર કરવાના ચાર્જીસ પર 20 ટકા સુધી છૂટ આપવા સાથે સોનાની ખરીદી પર પ્રતિ ગ્રામ રૂપિયા 101ની છૂટ સાથે એક મજબૂત મૂલ્ય સ્થિતિ દરખાસ્તની ઓફર કરી રહી છે.

ગ્રાહકો અગાઉથી બૂકિંગ કરીને ગોલ્ડ રેટ પ્રોટેક્શનથી પણ લાભ મેળવી શકે છે અને ભાવ વધારાથી સુરક્ષિત બની શકે છે.આ મૂલ્ય ઉપરાંત તનિષ્ક કોઈ પણ જ્વેલર પાસેથી ખરીદવામાં આવેલ જૂના સોના પર 100 ટકા એક્સચેન્જ વેલ્યુની ખાતરી આપે છે, જેમાં આ સિઝનમાં વિશ્વાસ, ફ્લેક્સિબિલિટી અને સ્માર્ટ ગોલ્ડની ખરીદીને પ્રોત્સાહન મળે છે.

દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, અને મુંબઈમાં તમામ જગ્યાએ તનિષ્ક સ્ટોર્સ ખાતે તનિષ્કની કુંદન સ્ટોરીઝને શોધો. કલાત્મક, હેરીટેજ, અને અતુલ્ય ડિઝાઈનની ખાતરી સાથે ગ્રાહક હવે ઉત્તમ જ્વેલરીનો અનુભવ કરી શકે છે કે જ્યાં દરેક જ્વેલરી કલાત્મક અને પરંપરાગત શ્રેષ્ઠતાથી તૈયાર કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.