એક્સો નોબેલ ઇન્ડિયાએ તેનો પ્રથમ વોરંટી પ્રોગ્રામ ડ્યુલક્સ એશ્યોરન્સ લૉન્ચ કર્યો
આજે, લગભગ દરેક બે ભારતીય ગ્રાહકમાંથી એક ગ્રાહક ખરીદી દરમિયાન ગુણવત્તાને પ્રાથમિક પરિબળ તરીકે પ્રાધાન્ય આપી રહ્યા છે*. ડ્યુલક્સ દ્વારા કરવામાં આવેલા તાજેતરનું સંશોધન બતાવે છે કે ભારતીય ગ્રાહકો તેમના ઘરોને વર્ષો સુધી સારા દેખાય તે માટે બ્રાન્ડ અને તેના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો પર વિશ્વાસ કરે છે.
એક્સો નોબેલ ઇન્ડિયા (Akzo Nobel India)ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ રાજગોપાલે જણાવ્યું હતું કે, “ભારતમાં પેઇન્ટ અને કોટિંગની માંગ ઝડપથી વધી રહી છે અને આગામી પાંચ વર્ષમાં આ ઉદ્યોગ 62,000 કરોડથી વધીને 1 લાખ કરોડ થવાની શક્યતા છે.
જ્યારે ગ્રાહકોની સજાવટના પેઇન્ટની માંગ સતત વધી રહી છે, ત્યારે આપણે એ પણ જાણીએ છીએ કે ખાતરીપૂર્વકના પરિણામો આપે તેવા યોગ્ય પેઇન્ટની પસંદગી કરવી હંમેશા સરળ નથી હોતી. તેથી, ગુણવત્તા અને નવીનતાનો પર્યાય ધરાવતી બ્રાન્ડ ડ્યૂલક્સ ખાતે, અમે ડ્યુલક્સ એશ્યોરન્સ™ (Dulux Assurance™) વોરંટી પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. અજોડ વોરંટી સાથે શ્રેષ્ઠ ગુણવત્તા પૂરી પાડવી તે અમારી પ્રતિબદ્ધતા છે – આમ પરિવારોને પેઇન્ટની ખાતરીપૂર્વકની પસંદગી કરવાની શક્તિ પૂરી પાડે છે.”
2021માં, પેઇન્ટ અને કોટિંગની અગ્રણી કંપની અને ડ્યુલક્સ પેઇન્ટ્સ (Dulux Paints)ની ઉત્પાદક, એક્સો નોબેલ ઇન્ડિયા લિમિટેડે (Akzo Nobel India Limited), ડ્યુલક્સ એશ્યોરન્સ (Dulux Assurance) નામનો પ્રોગ્રામ લૉન્ચ કર્યો – પ્રોગ્રામ કે જે ત્રણ મહિના માટે પસંદ કરેલા ડ્યુલક્સ ઉત્પાદનો પર યોગ્ય રંગ, ફિનિશ અને કવરેજની ખાતરી આપે છે.
ભારતીય પેઇન્ટ ગ્રાહકોની મૂળભૂત અપેક્ષાઓને પહોંચી વળવાના લક્ષ્ય સાથે, ડ્યુલક્સ એશ્યોરન્સ™ (Dulux Assurance™) હવે વધુ મોટું, હિંમતવાન અને વધુ વિસ્તૃત બન્યું છે. આજે લૉન્ચ કરવામાં આવેલો નવો ડ્યુલક્સ એશ્યોરન્સ™ (Dulux Assurance™) ભારતમાં તેના પેઇન્ટ ગ્રાહકો માટે એક્સો નોબેલ (Akzo Nobel)નો પ્રથમ વોરંટી પ્રોગ્રામ છે, જે તેને ખરેખર “દરેક સ્ટ્રોકમાં વિશ્વાસનો કોટ” ને સાકાર કરે છે.
નવી ડ્યુલક્સ એશ્યોરન્સ (Dulux Assurance) સાથે, મનની શાંતિ અને સાથે સાથે સુવિધા પણ મળે છે. ફ્રી વોરંટી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે પછી કોઈ પણ સંજોગોના કિસ્સામાં કલેઇમ કરવાનું હોય, આ આખી પ્રક્રિયા માત્ર એક ક્લિક જ દૂર છે. ગ્રાહકો વોટ્સએપ (WhatsApp),
ડ્યુલક્સ ઇન્ડિયાની વેબસાઇટ અથવા તો ફેસબૂક (Facebook) મેસેન્જર પર ડ્યુલક્સ ઇન્ડિયાના અધિકૃત એકાઉન્ટ દ્વારા ડ્યુલક્સ ઇન્ડિયાનો સંપર્ક કરી શકે છે. કલેઇમની સફળ ચકાસણી પર, રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ ઇ-વાઉચર ઇ-મેઇલ અથવા વોટ્સએપ દ્વારા 14 કાર્યકારી દિવસની અંદર મોકલવામાં આવશે અને ઇશ્યૂ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર કોઈપણ સમયે રિડીમ કરી શકાય છે.