Western Times News

Gujarati News

અલાયા એફ અને શનાયા કપૂર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ કરશે

મુંબઈ, કરણ જોહરની ળેન્ચાઇઝી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’એ બોલિવૂડને ઘણા સ્ટાર્સ આપ્યા છે. તેમાં આલિયા, વરુણ ધવન અને સિદ્ધર્થ મલ્હત્રાની જનરેસથી લઇને અનન્યા, ટાઇગર અને તારા સુતરિયાનો સમાવેશ થાય છે. હવે આ સિરીઝની ત્રીજી ફિલ્મ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

કરણ જોહરે એવી પણ જાહેરાત કરી છે કે આ એક ફિલ્મ નહીં પણ વૅબ સિરીઝ હશે જે તેના ડિજીટલ પ્રોડક્શન હાઉસ ધર્માટિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. જોકે, આ સિરીઝમાં કયા એક્ટર્શ હશે, એ અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પરંતુ એવી અફવાઓ અને ચર્ચાઓ ચાલે છે કે આ ફિલ્મમાં અલાયા એફ અને શનાયા કપૂર લીડ રોલમાં જોવા મળશે.આ સિરીઝનું ડિરેક્શન ઇટરનેશનલ ફિલ્મ મેકર રીમા માયા કરવાના હોવાનું ચર્ચાય છે, જેની પોતાની પ્રોડક્શન કંપની કેટનિપ છે.

ગયા વર્ષે એપ્રિલમાં ચંદિગઢમાં યોજાયેલા સિનેવેસ્ટર્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરણ જોહરે આ અંગે એક જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું, “સ્ટુડન્ટ ઓફ ધ યરનું ડિજીટલ વર્ઝન રીમા માયા ડિરેક્ટ કરશે. પરંતુ આ તેની કલ્પના હશે, મારી નહીં.

કારણ કે જો હું એના વિશ્વમાં દખલ કરું તો પછી તેના નામ પ્રમાણે એક ભ્રમ તૈયાર થશે. મારે માત્ર તેનો અવાજ બનવું હતું. તેણે તેની પોતાની સિરીઝ બનાવી છે.”ત્યારે એવા પણ અહેવાલો છે કે શનાયા કપૂર પહેલાં ધર્મા પ્રોડક્શનની બેધડક ફિલ્મથી ડેબ્યુ કરવાની હતી, તે હવે આ ફિલ્મમાં પણ જોવા મળશે અને તેની સાથે બીજો લીડ રોલ અલાયા એફ કરશે.

શનાયાને બેધડક અને સાઉથની ફિલ્મ વૃષભા માટે સાઇન કરવામાં આવી હતી અને આખરે બંને ફિલ્મો પડતી મુકાઈ. હવે તે વિક્રાંત મેસ્સી સાથે આંખો કી ગુસ્તાખિયાંમાં ડેબ્યુ કરવાની હોવાની ચર્ચા છે. જ્યારે અલાયા એફની બે ફિલ્મો થિએટરમાં તેમજ ઓટીટી પર પણ આવી ચૂકી છે. તે બડે મિંયા છોટે મિંયા અને શ્રીકાંતમાં કામ કરી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.