ALC પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઝડપ : ભારતે ચીનના ચાર સૈનિકોને માર્યા
ચીનના સૈનિકો પણ મારીયા ગયા : રક્ષામંત્રી રાજનાથસિહે સૈનાના વડા સાથે બેઠક યોજીઃ વડાપ્રધાનને માહીતગાર કરાયા
લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયથી તણાવ ભરી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે એલએસી પર ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ગયા હતા અને બન્ને સૈના જવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી આ ઝડપમાં ભારતીય સૈનિયના એક અધિકારી અને બે જવાન શહિદ થયા છે જ્યારે બીજી તરફ ચીનના ઘણા સૈનિકો પણ મારી ગયા હોવાનુ કહેવામાં આવે છે રક્ષામંત્રી રાજનાથ સિહે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બીપીન રાવત અને સૈનિયના ત્રણ પાખના વડાઓ સાથે તાત્કાલીક બેઠક યોજી હતી અને પરિસ્થિતિમાં સમીક્ષા કરી હતી તો રક્ષામંત્રી રાજનાથ સિહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરનારા છે અને એલએસી પરની તમામ માહિતીથી વાકેફ કરશે.