Western Times News

Gujarati News

આ કોઈ સામાન્ય શ્વાન નથીઃ આલ્કોહોલ શોધી કાઢતો ખાસ તાલીમ પામેલો ડોગ છે

આલ્કોહાલ ડિટેક્શન ડોગ ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યો-સ્નિફર ડોગ આદ્રેવની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ નોંધાયો

(એજન્સી)રાજકોટ, ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહાલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહાલ ડિટેક્શન ડોગ આદ્રેવની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ દ્વારા ‘આદ્રેવ’ને ખાસ તાલીમ અપાઈ છે.

૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો છે. બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીનમાં ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહાલને આ તાલીમબદ્ધ ડોગ શોધી લેશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કાહોલ અંગે સંકેત આપી દેશે.

ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહાલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહાલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ ખાતે પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવને ખાસ તાલીમ આપવામાં આવી છે. રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યા અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો.

જ્યા એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય બાબત છે કે, ‘આદ્રેવ’ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે, જે બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીન સહિત કોઇપણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહાલને શોધી લેશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કાહોલ અંગે સંકેત આપી દેશે. ગુજરાત પોલીસ તેનો મહત્તમ ઉપયોગ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.