આણંદના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ

આણંદ, દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પકડાવો અને દારૂની મહેફિલ પકડાવવી હવે સામાન્ય બાબત બની ગઈ છે.
આણંદમાં માનપુરાના મોડી રાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે. ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ પાડી વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓને પકડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવનાં માનપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આંકલાવના માનપુરા ગામનાં ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી પોલીસને બાતમી મળી હતી જેના બાદ પોલીસે રેડ પાડી હતી.
ત્યારે માનપુરાનાં ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ હતી. બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ છે. સાથે જ તેમની પાસેથી દારૂની ૧૦ બોટલો પણ મળી આવી હતી.
તમામ નબીરાઓની આંકલાવ પોલીસ ધરપકડ કરી છે. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ વડોદરાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.SS1MS