રંગા-બિલ્લા મર્ડર કેસ પરની સિરીઝનું શૂટિંગ અલી અને સોનાલીએ શરુ કર્યું

મુંબઈ, અલી ફઝલ અને સોનાલી બેન્દ્રે પહેલી વખત એક વેબ સિરીઝમાં સાથે કામ કરી રહ્યા છે, તેમણે દિલ્હીમાં તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે, આ સિરીઝ પાતાલ લોકના ડિરેક્ટર પ્રોશિત રોય દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.
આ સિરીઝ કુખ્યાત રંગા બિલ્લા મર્ડર કેસ પર આધારિત હશે, આ દિલ્હીના ઇતિહાસની સૌથી આઘાતજનક અને હાઇ પ્રોફાઇલ કેસ હતો, જેણે દિલ્હીના ઇતિહાસ અને ઓળખ બંનેને બદલી નાખ્યા હતા. ૧૯૭૮ના આ કેસમાં ગીતા અને સંજય ચોપરા નામના બે સગા ભાઈ બહેનના ક્›ર કિડનેપિંગ અને મર્ડરની વાત છે.
આ બંને બાળકોને રંગા નામથી ઓળખાતા કુલજીત સિંઘ અને બિલ્લા તરીકે ઓળખાતા જસબિર સિંઘે ઉઠાવી લીધાં હતાં, ખરેખર તો તેમનો ઇરાદો પહેલાં માત્ર એક ગાડી ચોરવાનો હતો પરંતુ પાછળથી તેમને બાળકો પણ ગાડીમાં બેઠેલાં મળ્યાં તો તેમણે બાળકોને પણ ઉઠાવી લીધાં હતાં.
આ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, તેનાથી સમગ્ર દેશની જનતામાં ખૌફ ફેલાયો હતો. આ જ ઘટનાથી કિડનેપિંગ અને બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલા કાયદા વધુ કડક બન્યા હતા.
આ સિરીઝમાં આ ગુનાની ઘટનાઓ, તેની અસરો એ વખતે જે લોકોએ આ ઘટનાની તપાસ કરી હતી, તે બધું જ સમાવી લેવામાં આવશે. સિરીઝના મેકર્સ દ્વારા હજુ ઓફિશિયલી આ સિરીઝની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી મળે છે કે તેમાં વાસ્તવિક ઘટનાઓને વળગી રહેવાની કોશિષ કરવામાં આવી છે.
એક સૂત્રના જણાવ્યા અનુસાર, મહિનાઓથી સિરીઝની ટીમ આ કેસ પર અભ્યાસ અને સંશોધન કરી રહી છે. આ મર્ડર કેસ દિલ્હીમાં બન્યો હોવાથી તેનું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું છે. આ સિરીઝ સંવેદનશીલતા સાથે બનાવાશે અને તેમાં ખાસ તો વાત પર ધ્યાન આપવામાં આવશે કે આ કેસથી દિલ્હી પર કેટલી ઊંડી અસર થઈ હતી. હાલ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં શૂટ શરૂ થઈ ચૂક્યું છે.SS1MS