મિર્ઝાપુર-૩ના સેટ પરથી અલી ફઝલે શેર કર્યો વિડીયો

મુંબઈ, હિન્દી ભાષામાં પ્રસારિત થયેલી સૌથી પ્રખ્યાત વેબ સીરીઝમાં મિર્ઝાપુરનું નામ ચોક્કસથી આવે. આ વેબ શોની પહેલી બે સફળ સીઝન બાદ હવે દર્શકો આતુરતાથી ત્રીજી સીઝનની રાહ જાેઈ રહ્યા છે. અલી ફઝલ અને શ્વેતા ત્રિપાઠીએ મિર્ઝાપુર ૩ની ત્રીજી સીઝનનું શૂટિંગ પૂરું કરી લીધું છે.
દર્શકોએ આતુરતાથી નવી સીઝનની રાહ જાેઈ રહ્યા છે ત્યારે અલી ફઝલે સેટ પરથી છેલ્લા દિવસની શૂટિંગની તસવીરો શેર કરી હતી. અલી ફઝલે ‘મિર્ઝાપુર ૩’ની ટીમ સાથે તસવીર અને વિડીયો શેર કર્યો છે. સાથે જ એક લાંબી નોટ લખીને પોતાના કો-એક્ટર્સ સહિત આખી ટીમનો આભાર માન્યો છે.
અલી ફઝલે લખ્યું, “મારી વહાલી ટીમ, તમે મિર્ઝાપુરની દુનિયામાં જે પ્રેમ અને મહેનત લાવ્યા છો તેના માટે આભાર. પહેલી બે સીઝન કરતાં ત્રીજી સીઝનની જર્ની મારા માટે ખાસ્સી અલગ રહી. તમે પડદા પર જુઓ છો તે સાકાર કરવા માટે હું અને ગુડ્ડુ પંડિત સેટ પર કામ કરતાં દરેક વ્યક્તિમાંથી મેળવીએ છીએ.
તમને લોકોને અંદાજાે નહીં હોય પરંતુ તમે લોકોએ મને એવી રીતે મદદ કરી છે જે હું અહીં લખવા અસમર્થ છું. મને આશા છે કે તમે બધા આ વાંચો કારણકે મને બધાના ટેગ નથી ખબર. હું સૌનો આભાર માનુ છું. માફ કરજાે કારણકે આ વખતે હું ટીમને મારા હાથે લખેલા પત્રો ના આપી શકો. આગળ અલી ફઝલે પોતાના સાથી કલાકારો માટે પણ લખ્યું, “મારા કો-એક્ટર્સ તમે જાણો છો કે તમે લોકો શ્રેષ્ઠ છો.
હું તમને કેટલો પ્રેમ કરું છું તે પણ ખબર છે. છેલ્લે અમેઝોન, એક્સેલ અને મારા વ્યક્તિ ગુરુ સૌથી કૂલ શો ડાયરેક્ટ કરવા માટે આભાર. આ પહેલા શ્વેતા ત્રિપાઠીએ પણ શોના છેલ્લા દિવસના શૂટિંગનો વિડીયો શેર કર્યો હતો. શોમાં શ્વેતા ગોલુ ગુપ્તાના રોલમાં જાેવા મળે છે.
ત્યારે શૂટિંગના છેલ્લા દિવસે કેક કાપીને તેને વિદાય આપવામાં આવી હતી. તેણે આ વિડીયો શેર કરતાં લખ્યું, “સીઝન ૩ના એપિસોડની વાર્તા સાંભળીને મને લાગ્યું હતું કે, હવે શૂટિંગ માટે રાહ નથી જાેઈ શકતી અને હવે શૂટિંગ પૂરું પણ થઈ ગયું છે.
તમને સૌને નવી સીઝન બતાવવા આતુર છું. ઉલ્લેખનીય છે કે, ‘મિર્ઝાપુર ૩’ આવતા વર્ષે એટલે કે ૨૦૨૩માં રિલીઝ થવાની છે. આ સીરીઝમાં શ્વેતા ત્રિપાઠી અને અલી ફઝલ ઉપરાંત પંકજ ત્રિપાઠી, વિજય વર્મા, દિવ્યેન્દુ, રસિકા દુગ્ગલ વગેરે પણ મહત્વના રોલમાં છે.SS1MS