એક લાખ મોતીમાંથી બનેલા ગાઉનમાં છવાઈ આલિયા
મુંબઈ, દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટમાંથી એક મેટ ગાલા ૨૦૨૩ની પહેલી મેથી શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે આલિયા ભટ્ટે ડેબ્યૂ કર્યું અને પહેલા જ દિવસે ઓલ-વ્હાઈટ લૂકમાં લાઈમલાઈટ લૂંટી લીધી. આ વખતની થીમ કાર્લ લેગરફેલ્ડઃ એ લાઈન ઓફ બ્યૂટી છે. દિવંગત ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને સન્માનિત કરતાં આ વખતની થીમ તૈયાર કરવામાં આવી છે, જેમને શનેલ બ્રાન્ડના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે.
લેગરફેલ્ડને ફેશનની દુનિયાના દિગ્ગજ તરીકે ઓળખવામાં આવે છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટ્રેસે મોતીમાંથી બનેલા ગાઉન પર પસંદગી ઉતારી. આલિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર રેડ કાર્પેટમાં એન્ટ્રી દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે, આ સાથે તેનું ગાઉન કેટલા મોતીમાંથી બનાવવામાં આવ્યું હતું તે સહિનતી માહિતી આપી છે. આલિયા ભટ્ટે લખ્યું છે મેટ ગાલા- કાર્લ લેગરફેલ્ડઃ અ લાઈન ઓફ બ્યૂટી. હું હંમેશાથી આઈકોનિક શનેલ બ્રાઈડથી આકર્ષિત રહી છું.
સીઝન પછીની સીઝન, કાર્લ લેગરફેલ્ડની પ્રતિમા તેમની અત્યંત નવીન વસ્ત્રોમાં ચમકી. મારો આજ રાતનો લૂક તેનાથી અને ખાસ કરીને સુપરમોડલ ક્લાઉડિયા શિફરના ૧૯૯૨ના શનેલ બ્રાઈડલ લૂકથી પ્રેરિત હતો. હું તેવું કંઈક કરવા માગતી હતી જે ઓથેન્ટિક અને મેડ ઈન ઈન્ડિયા લાગે (હેલ્લો પર્લ્સ).
૧ લાખ પર્લ્સથી કરેલું એમ્બ્રોઈડરીએ જ્રॅટ્ઠિહ્વટ્ઠઙ્મખ્તેિેહખ્તના પ્રેમનો શ્રમ છે. મારા પહેલા મેટ માટે આ પહેરીને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. એક છોકરી પાસે ક્યારેય વધારમો મોટી હોઈ શકે નહીં અને દેખાવને પૂરો કરવા માટે યોગ્ય, એસેસરીઝ જે મારા કેસમાં વાળમાં લગાવેલા પર્લનું બૉ અપવાન સાબિત થાય છે.
અરે અને તે સફેદ છે, મારી ચોપ-એડ માટે. આ લિયાની બહેન શાહીન ભટ્ટે પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે ‘એન્જલ’. એક્ટ્રેસની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રિયંકા ચોપરાની મેનેજર અંજુલ આચારિયાએ લખ્યું છે ‘લવ યુ મારી મિત્ર’. મનિષ મલ્હોત્રાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.
આ સિવાય ફેન્સે પણ ફાયર ઈમોજી મૂકતાં તેને ‘બ્યૂટિફૂલ’ ‘સ્ટનર’ અને ‘ગોર્જિયસ’ કહી છે. મેટ ગાલાના પહેલા દિવસ દરમિયાનનો આલિયા ભટ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ ત્યારે હોટેલથી બહાર નીકળી ત્યારે ફેન્સ અને ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ફેને બૂમ પાડીને ‘આઈ લવ યુ’ કહ્યું હતું, જેના જવાબમાં એક્ટ્રેસે ફ્લાઈંગ કિસ આપી હતી અને હાથની મદદથી હાર્ટ બનાવ્યું હતું.
આ સાથે કહ્યું હતું ‘આભાર આઈ લવ યુ ટુ. મેટ ગાલા એક એવી ઈવેન્ટ છે, જ્યાં રેડ કાર્પેટ પર સેલેબ્સે પહેલા આઉટફિટની ચર્ચા દુનિયાભરમાં થાય છે. ઐતિહાસિક રીતે તેની શરૂઆત દર વર્ષે પહેલી મેથી થાય છે. મેટ ગાલાને મેટ બોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઈવેન્ટ કોસ્ચ્યૂમ ઈન્સ્ટિટ્યૂટ ગાલા તરીકે પણ ઓળખાય છે. આ ગાલા ન્યૂયોર્ક શહેરના મેટ્રોપોલિટન ‘મ્યૂઝિયમ ઓફ આર્ટ કોસ્ચ્યૂમ ઈન્સ્ટિટ્યૂટ’ને સમર્પિત એક ફંડ રેઝર છે.SS1MS