આર્યન ખાનની બ્રાન્ડની કિંમત જોઈ લોકો સ્તબ્ધ
મુંબઈ, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હાલમાં જ પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી છે. જાેકે, આ વેબસાઈટ પર જે કપડાં મળે છે. તેની કિંમત જાેઈને લોકોના તો હોંશ જ ઊડી ગયા છે. કારણ કે, ૨૪,૦૦૦ રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે. એટલું જ નહીં, અહીં ૨ લાખથી વધુની કિંમતના જેકેટ પણ મળે છે, પરંતુ આ કિંમતના કારણે લોકો ભારે ટીકા કરી રહ્યા છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે.
જાેકે, અત્યારે તે ચર્ચામાં એટલે આવ્યો છે. કારણ કે, તેણે ગયા અઠવાડિયે જ પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી છે. આર્યન ખાનને ભલે એક્ટિંગમાં રસ ન હોય પણ બિઝનેસમાં તેનો રસ જરૂર છે. આર્યને આ બ્રાન્ડની ઓનલાઈન શૉપ શરૂ કરી છે. એટલે ફેન્સ થોડા લિમિડેટ એડિશનવાળા કપડાં લઈ શકે.
જાે તમે પણ આર્યનની આ વેબસાઈડ પર જે કપડાં વેચાય છે તેની કિંમત જાેશો તો તમને ચક્કર આવવા લાગશે. આર્યન ખાન ટૂંક જ સમયમાં નિર્દેશન તરીકે ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહ્યો છે. જાેકે, આ પહેલાં તો તેણે બિઝનેસ વર્લ્ડમાં પગ મુકી દીધો છે. આર્યને આ બિઝનેસને અનેક લોકો સાથે મળીને શરૂ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણેયે મળીને D’YAVOL નામથી હજી એક વસ્તુ લોન્ચ કરી હતી. જાેકે, આર્યનની આ નવા કપડાની બ્રાન્ડની કિંમત જાણીને લોકોને ચક્કર આવવા લાગ્યા છે. લોકોને એ જાણવાની ઈચ્છા થઈ હતી કે, તે જે કપડાનું વેચાણ કરી રહ્યો છે. તે સામાન્ય લોકો ખરીદી શકે કે નહીં, પરંતુ તેની કિંમત જાણીને તો લોકોના હોંશ જ ઊડી ગયા હતા. કારણ કે, આ બ્રાન્ડની ટીશર્ટની કિંમત સામાન્ય જનતાની પહોંચની ઘણી દૂર છે.
સાથે જ લોકોએ ટિ્વટર આર્યનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ ટિ્વટમાં લખ્યું હતું કે, આર્યન ખાન શાહરૂખનો પુત્ર છે. એટલો એનો મતલબ એ નથી કે, ટીશર્ટની કિંમત ૨૪.૫ હજારથી શરૂ કરે, પરંતુ આ કપડાના પ્રાઈસ ટેગ્સ ઉપર પણ લોગો ટિ્વટર પર આગ લગાવી રહ્યા છે. એકે તો લખ્યું હતું કે, SRKiansyu DyavolX website શરૂ કરી, માફ કરો ભાઈ.
કેટલાકે તો જે મિમ્સ શેર કર્યા છે. તેમાં લખ્યું છે કે, DyavolX પર કપડાંની કિંમત જાેઈને લાગે છે કે આઈફોનની ચોરી કરવી પડશે. એકે તો લખ્યું હતું કે, ઘર બેઠા કઈ રીતે ૪૦૦માંથી ૨૪ હજારના DyavolXની જેકેટ બનાવાય. એકે તો લખ્યું હતું કે, ૫૦ હજારનો આ શર્ટ છે. આમાં તો મારું આખું ઘર જશે.
જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે, તેને ખરીદવા માટે તો અત્યારેને અત્યારે ઘર વેચવું પડશે. ત્યારબાદ એક કિડની વેચીશ. તમારા હજી એક ડ્રોપની રાહ નહીં જાેઈ શકતો, તમારો મોટો ફેન છું. હજી એકે લખ્યું હતું કે, ક્રેડિટ કાર્ડની લિમિટથી વધારે તો તારી હુડીની કિંમત છે. જ્યારે એકે તો સ્પષ્ટ પૂછી લીધું કે, ભાઈ ઈએમઆઈનું ઓપ્શન છે. ઉપરાંત એક શખ્સે લખ્યું હતું કે, શું મજાક કરી રહ્યો છે. તમે કોઈ બ્રાન્ડ નહીં, બસ નેપો કિડ્સ છે અને તને લાગે છે કે, આ પ્રાઈઝ રેન્જ તને બ્રાન્ડ બનાવી દેશે?SS1MS