ઐશ્વર્યા રાયને રોલ મોડેલ તરીકે સ્વીકારતી આલિયા ભટ્ટ
મુંબઈ, આલિયા ભટ્ટે તાજેતરમાં મેટ ગાલા ઈવેન્ટમાં ભારતીય સાડી સાથે વટ પાડી દીધો હતો. આલિયાની આ હાજરીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
આલિયા બીજી વખત આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં હાજર રહી હતી અને બીજી વખત પણ પોતાની સ્ટાઈલ અને પર્સનાલિટીથી દરેકને પ્રભાવિત કર્યા હતા. પોતાની ગ્લોબલ જર્નીમાં ઐશ્વર્યા રાયની મોટી ભૂમિકા હોવાનું સ્વીકારતા આલિયાએ તેમને પોતાની ઈન્સ્પિરેશન ગણાવ્યાં હતાં.
આલિયાએ ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ પર્સનાલિટી તરીકે આગવી ઓળખ મેળવી છે. આ તબક્કા સુધી પહોંચવા આલિયાએ અનેક ગ્લોબલ સેલિબ્રિટીઝ પાસેથી પ્રેરણા લીધી હતી.
આલિયાએ કહ્યુ હતું કે, પોતાના અંગત અનુભવોને હૃદયસ્પર્શી સંગીત સાથે રજૂ કરતી ટેલર સ્વિફ્ટ અને વૈવિધ્ય સાથે મજબૂત બનતી કેટ વિન્સલેટની પ્રશંસા કરી હતી.
ભારતમાં કોઈ ગ્લોબલ સ્ટેજ પર જવાનું વિચારતું ન હતું, ત્યારે ઐશ્વર્યાએ સમગ્ર વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમની આ સિદ્ધિએ જ આગળ વધવા પ્રેરણા આપી હતી. બોલિવૂડ સ્ટાર્સમાં આલિયાને કરીના કપૂર ખાન આઈકોનિક લાગે છે.
ઊંડાણ અને ભાવ સાથે દમદાર ગીતો આપનારી શ્રેયા ઘોષાલનો પણ આલિયાએ ઉલ્લેખ કર્યો હતો. કરિયરના આગામી વર્ષોમાં પોતાની સર્જનાત્મક મર્યાદા વધારવાની અને ઓડિયન્સને વધારે ગહન સાથે સાંકળવાની આલિયાની ઈચ્છા છે. ફિલ્મોમાં પોતાના રોલ થકી માત્ર મનોરંજન આપવાનો નહીં, પરંતુ પરિવર્તનના માધ્યમ બનવાની આલિયાની ઈચ્છા છે.SS1MS