Western Times News

Gujarati News

પત્નીની પસંદગી બાબતે ઋષિએ રણબીરને આપી હતી સતર્ક રહેવાની સલાહ

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોમવારના રોજ સવારના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે તે અને રણબીર કપૂર પ્રથમ બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા.

Alia Bhatt and Ranbir Kapoor are going to be the parents of the first child.

બોલિવૂડ સેલેબ્સે તો આલિયાની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓનો વરસાદ કરી દીધો છે. બોલિવૂડના લગભગ પ્રત્યેક સેલેબ્રિટીએ આલિયા-રણબીરને શુભકામના પાઠવી છે. રણબીર અને આલિયાના લગ્ન આ જ વર્ષે ૧૪મી એપ્રિલના રોજ થયા હતા અને બે જ મહિનામાં આ ખુશખબરી પણ સાંભળવા મળી છે. આ સમાચાર સાંભળીને કપૂર અને ભટ્ટ પરિવાર ખૂબ ખુશ છે.

પરંતુ ચોક્કસપણે કપૂર પરિવારના લોકોએ આ ખુશીના સમયે દિવંગત અભિનેતા અને રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હશે. ઋષિ કપૂરે તો ઘણાં સમય પહેલા દાદા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

વર્ષ ૨૦૨૦માં કેન્સરની લાંબા માંદગી પછી ઋષિ કપૂરનું નિધન થયુ હતું. તે સમય સુધી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં હતા પરંતુ હજી લગ્ન નહોતા કર્યા. નિધન પહેલા ઋષિ કપૂરે એક ઈન્ટર્વ્યુમાં રણબીરના લગ્ન અને બાળકો વિશે ખુલીને વાત કરી હતી. તે રણબીરને પરણતો જાેવા માંગતા હતા.

વર્ષ ૨૦૧૮માં આપેલા એક ઈન્ટર્વ્યુમાં ઋષિ કપૂરે જણાવ્યુ હતું કે, લગ્ન કરવા માટેનો આ તેનો બિલકુલ યોગ્ય સમય છે. હું જ્યારે ૨૭ વર્ષનો હતો ત્યારે સેટલ થઈ ગયો હતો અને રણબીરની ઉંમર ૩૫ વર્ષ છે. માટે તેણે લગ્ન વિશે વિચારવુ જાેઈએ. તે પોતાની મરજીથી જેની સાથે ઈચ્છે લગ્ન કરી શકે છે, અમને કોઈ વાંધો નથી. હું મરતા પહેલા મારા પૌત્ર-પૌત્રી સાથે સમય પસાર કરવા માંગુ છું.

આ સિવાય ઋષિ કપૂરનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રણબીર કપૂરને લગ્ન અને બાળકો બાબતે ખાસ સલાહ આપતા જણાઈ રહ્યા છે. વીડિયોમાં ઋષિ કપૂરે કહ્યું કે, તારે પોતાનું જીવન જીવવાનું છે, પછી તમે ગમે તેની સાથે પણ જીવી શકો છો.

પરંતુ ખાસ સતર્ક રહેવાની જરૂર છે, કારણકે જેને પણ તમે પસંદ કરશો એ તમારા બાળકની મા બનશે. તે બાળક રાજ કપૂરનો પરપૌત્ર હશે, મારો પૌત્ર હશે. નોંધનીય છે કે, પરિવારમાં નવું મહેમાન આવવાનું છે ત્યારે તેના મીડિયાના ફોટોગ્રાફર્સે અભિનંદન પાઠવતાં નીતૂ કપૂર ઈમોશનલ થઈ ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.