Western Times News

Gujarati News

Aalia Bhattને માનવામાં આવતી હતી મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી

મુંબઈ, આજે આલિયા ભટ્ટનો જન્મદિવસ છે. આજે તે ૩૦મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ ૧૯૯૩માં ૧૫મી માર્ચે થયો હતો. તેણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. આજે તેના કરોડો ચાહકો છે. તેનું નામ દેશની ટોપ ૧૦ અભિનેત્રીઓમાં સામેલ છે. એક દાયકાની કારકિર્દીમાં આલિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે, તે પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહી છે. Alia bhatt daughter of Mahesh bhatt and Pooja bhatt

ક્યારેક આલિયા ભટ્ટને તેના  IQ લેવલને લઈને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક રીતે અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસરે અમે તમને આ ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઈ રહ્યા છે.

આ વાત અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. મહેશ ભટ્ટ અને પુત્રી પૂજા ભટ્ટે એક મેગેઝિનના કવર માટે શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. આ અફવા આ શૂટ બાદ પ્રસારિત થઈ હતી

આ સાથે જ મહેશ ભટ્ટે ઈન્ટરવ્યૂ દરમિયાન પૂજા વિશે કહ્યું હતું કે જાે પૂજા તેની દીકરી ન હોત તો તેણે તેની સાથે લગ્ન કરી લીધા હોત. મહેશના આ નિવેદન બાદ એવી વાતો વહેતી થઇ હતી કે આલિયા મહેશ અને પૂજાની પુત્રી છે.

આલિયા ભટ્ટે કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેના વિશે સૌથી ખરાબ અફવા અંગે પૂછવામાં આવ્યું તો આલિયા ભટ્ટે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હું મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી છું.

આ પછી ૨ સ્ટેટ્‌સના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે આ અફવા પર ફરીથી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ખૂબ જ ફની છે. મને લાગે છે કે જેણે પણ આ લખ્યું છે તેણે તેના મગજની સારવાર કરાવવી જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની એક છે. આલિયા ભટ્ટની નેટવર્થ ૨૧.૭ મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં ૧૫૮ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે તે રણબીર કપૂરની પત્ની અને એક દીકરીની માતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.