આલિયા ભટ્ટ જેવી દેખાતી સેલેસ્ટીનને મળ્યો ટીવી શો

મુંબઈ, આલિયા ભટ્ટની ડુપ્લિકેટ તરીકે જાણીતી મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર સેલેસ્ટી બેરાગૈની કિસ્મત ચમકી છે. સોશિયલ મીડિયાની મદદથી પોપ્યુલર થનારી સેલેસ્ટીને પહેલો ટીવી શો મળ્યો છે. મૂળ અસમની સેલેસ્ટી હાલ અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે.
સેલેસ્ટી આલિયા ભટ્ટની ચાહક રહી છે અને થોડા મહિના પહેલા તેણે આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો એક સીન રિક્રિએટ કર્યો હતો. સેલેસ્ટીએ મજા માટે બનાવેલા આ રીલે જ તેને પહેલો ટીવી શો અપાવ્યો છે. ટીવી શો ‘ઉડતી કા નામ રજ્જાેમાં સેલેસ્ટી લીડ રોલમાં જાેવા મળશે. સેલેસ્ટીએ વાત કરતાં કહ્યું, “મને હંમેશાથી સ્કૂલમાં ડ્રામા અને સ્કીટમાં ભાગ લેવો ગમતો હતો.Alia Bhatt lookalike Celestine got a TV show
મારી ઈચ્છા અભિનેત્રી બનવાની હતી. હું આલિયા ભટ્ટને ખૂબ મોટી પ્રશંસક છું અને મને તેની ફિલ્મો જાેવી ગમે છે. હું સોશિયલ મીડિયા પર નવી-નવી સ્ટોરી અને રીલ પોસ્ટ કરતી રહું છું. થોડા મહિના પહેલા મેં ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો એક સીન રિક્રિએટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
શોના મેકર્સે આ વિડીયો જાેયો અને મને ઓડિશન માટે બોલાવી. થોડા મોક શૂટ પછી મને રોલ મળી ગયો. શોનું શૂટિંગ કુલુ-મનાલીમાં શરૂ થયું છે ત્યારે સેલેસ્ટીએ શૂટિંગનો પોતાનો પ્રથમ અનુભવ વર્ણવતા કહ્યું, “અમે કુલુમાં માઈનસ ડિગ્રી ટેમ્પરેચરમાં શૂટિંગ કર્યું હતું.
View this post on Instagram
ઘણાં અઘરા સ્ટંટ પર્ફોર્મ કર્યા હતા. કોઈ પણ નાના શહેરમાંથી આવતી, યુવાન વયની છોકરી માટે આટલો પડકારજનક રોલ ભજવવો સરળ નથી હોતો. જાેકે, મેકર્સની આભારી છું કે તેમણે મારા પ્રત્યે કૂણું વલણ દાખવ્યું. આ શો એક એથ્લિટીની જર્ની પર આધારિત છે.
મને ગર્વ છે કે મારા પહેલા શોમાં હું કંઈક એવું કરી રહી છું જે મને પસંદ છે. આલિયા ભટ્ટનો ‘હાઈવે’નો રોલ મારો સૌથી મનગમતો છે. મને આશા છે કે ભવિષ્યમાં હું પણ આવા પાત્ર ભજવી શકું અને એક દિવસ આલિયાને મળું. મીડિયા રિપોર્ટનું માનીએ તો, સેલેસ્ટી સાથે આ શોમાં રાજવીર સિંહ જાેવા મલશે. આ સીરિયલ ૮ ઓગસ્ટથી જાણીતી ચેનલ પર શરૂ થવાની છે.SS1MS