Met Gala 2023:એક લાખ મોતીથી બનાવેલા ડ્રેસમાં રેડ કાર્પેટ પર ઉતરી આલિયા
મુંબઈ, આલિયા ભટ્ટે દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. આલિયા ભટ્ટે ભારતીય ડિઝાઈનર પ્રબલ ગુરંગે ૧ લાખ મોતીમાંથી તૈયાર કરેલો આઉટફિટ પહેર્યો હતો. વ્હાઈટ રંગના આઉટફિટમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી. Alia bhatt met gala 2023
જાેકે, મેટ ગાલાના રેડ કાર્પેટ પર આત્મવિશ્વાસ સાથે ચાલી રહેલા આલિયા ભટ્ટને ઓળખવામાં વિદેશી મીડિયા થાપ ખાઈ ગયું હતું. ન્યૂયોર્કમાં યોજાયેલી ઈવેન્ટમાં મીડિયાના ફોટોગ્રાફર્સ આલિયા ભટ્ટને ઐશ્વર્યા રાય કહીને સંબોધી રહ્યા હતા. પછી શું થયું?
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો મેટ ગાલાના રેડ કાર્પેટ પરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ ડિઝાઈનર પ્રબલ ગુરંગ સાથે મેટ ગાલાના રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે વિદેશી મીડિયાના ફોટોગ્રાફર્સ તેને ઐશ્વર્યા કહીને બોલાવતા સંભળાય છે.
જાેકે, આલિયા ભટ્ટે આ વાતે કોઈ નારાજગી કે અણગમો દર્શાવ્યા વિના પોતાના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખ્યું હતું. આલિયા ભટ્ટે સ્માઈલ સાથે જ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. ડિઝાઈનર પ્રબલ ગુરંગ આલિયાને ડ્રેસ સંભાળવામાં મદદ કરતો પણ જાેવા મળ્યો હતો.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું રેડ કાર્પેટ યાદ આવી ગયું હતું. આ કાર્યક્રમમાં હોલિવુડ સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા. ત્યારે ભારતીય મીડિયાના ફોટોગ્રાફરોએ હોલિવુડ સ્ટાર્સ જેવા કે, ટોમ હોલેન્ડ, ગિગી હદીદ, ઝેન્ડ્યા અને નિક જાેનસના ખોટા નામ ઉચ્ચાર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે, આલિયાને ઐશ્વર્યા તરીકે બોલાવીને વિદેશી મીડિયાના ફોટોગ્રાફર્સ બદલો લઈ રહ્યા છે.
આલિયા ભટ્ટે મેટ ગાલા ઈવેન્ટમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરતાં ડ્રેસ વિશે માહિતી આપી હતી. આલિયાએ જણાવ્યું હતું કે, તેના ડ્રેસ ૧ લાખ મોતીનો ઉપયોગ કરીને બનાવાયો છે. કાર્લ લેજરફેલ્ડે શનેલ માટે ૧૯૯૨માં બ્રાઈડલ લૂક તૈયાર કર્યો હતો. ક્લાઉડિયા સ્કીફર નામની મોડલે તે આઉટફિટ પહેર્યો હતો.
આલિયાનો આઉટફિટ આ જ લૂકથી પ્રેરિત હતો અને મેડ ઈન્ડિયા હોવાથી તે ગર્વ અનુભવી રહી છે તેમ પણ જણાવ્યું હતું. મેટ ગાલા ઈવેન્ટમાં હાજરી આપીને આલિયા ભટ્ટે મંગળવારે રાત્રે મુંબઈ પાછી ફરી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. આલિયાએ પ્રેગ્નેન્સી દરમિયાન આ ફિલ્મમાં એક્શન સીન્સનું શૂટિંગ કર્યું હતું. આલિયા ભટ્ટ પાસે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જાેવા મળશે.SS1MS