બેબી બંપ સંતાડવા માટે આલિયા ભટ્ટે પહેર્યા વધુ ટાઇટ કપડાં

મુંબઈ, પ્રેગ્નેંટ આલિયા ભટ્ટ જલદી જ કરણ જાેહરના ચેટ શો કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિધ કરણ’ની સીઝન ૭માં રણવીર સિંહ સાથે જાેવા મળશે. આ શોનો પ્રોમો આવી ગયો છે જેમાં આલિયા અને રણવીર સિંહ કરણ જાેહર સાથે કોફી પીતા જાેવા મળી રહી છે.Alia Bhatt has shared photos of her latest photoshoot on social media after the promo and pregnancy announcement of ‘Coffee With Karan’
આલિયાનો આ વીડિયો તેમના પ્રેગ્નેંસીની જાહેરાત બાદ આવ્યો છે. એટલા માટે આલિયા ફરી એકવાર પ્રોમો આવ્યા બાદ લાઇમલાઇટમાં છે. ‘કોફી વિધ કરણ’ના પ્રોમો અને પ્રેગ્નેંસી જાહેરાત બાદ આલિયા ભટ્ટે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં આલિયા ખૂબ રિવીલિંગ પિંક કલરના વનપીસમાં જાેવા મળી રહી છે.
લેટેસ્ટ તસવીરોમાં આલિયા ભટ્ટ પિંક કલરનો એકદમ ટાઇટ વનપીસ પહેર્યો છે. ફોટામાં અભિનેત્રી એટલી ગ્લેમરસ લાગી રહી છે કે તેને જાેઇને કોઇપણ દિવાના થઇ જાય. બ્રાલેસ થઇને આલિયાએ આ ડ્રેસ પહેર્યો છે. જેમાં ફ્રન્ટ સાઇટથી એક મોટો લાગેલો છે. આ કટ જ આલિયાની ડ્રેસને વધુ ગ્લેમરસ બનાવી રહ્યો છે. આ ફોટોશૂટમાં આલિયાએ જે ડ્રેસ પહેર્યો છે તે એકદમ વધુ ટાઇટ છે.
View this post on Instagram
જેમાં તેમની બોડીના કર્વ્સ સ્પષ્ટ જાેવા મળી રહ્યા છે. ફોટામાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નેંસીનો ગ્લો સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. પોતાના લુકને પુરો કરવા માટે આલિયા ભટ્ટ ઓપન હેર સાથે સટલ મેકઅપમાં જાેવા મળી. આ ફોટાને આલિયાએ પોતે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.
કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું- ‘આખરે આ વર્ષે કોફી પીવાનું કેવી સ્કિપ કરી શકું છું. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે ૧૪ એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ પ્રેગ્નેંસીની જાહેરાત કરી દીધી. ત્યારબાદથી તે સતત પોતાની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે.SS1MS