Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ પોતાની સિરીઝમાં ૪ નવા ચહેરાને લોંચ કરશે

મુંબઈ, આલિયા ભટ્ટ એક તરફ બીજી વખત સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સાથે વિકી કૌશલ અને રણબીર કપૂર પણ છે. બીજી તરફ તે પ્રોડક્શન ક્ષેત્રે પણ આગળ વધી રહી છે.

એક સમયે કરણ જોહરે તેને લોંચ કરી હતી. હવે આલિયા નવા કલાકારોને લોંચ કરી રહી છે. એવા અહેવાલો છે કે આલિયા એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. આ પહેલાં તે પ્રાઇમ પર ‘પોચર’ નામની સિરીઝ પણ પ્રોડ્યુસ કરી ચૂકી છે. આ અહેવાલો અનુસાર આલિયા ભટ્ટ એક યંગ એડલ્ટ વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે, જે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોવા મળશે.

આ સિરીઝ માટે સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “આ એક બહુ ઊંડા વિચાર સાથેની ફિલ્મ છે. જેમાં શહેરની એક કોલેજ કેમ્પસની વાત કરતી યંગ એડલ્ટ સિરીઝ હશે. જેમાં આનંદ અને મજા સાથે વિચારપ્રેરક વાત પણ હશે.

આ વાતો બે યંગ કપલના દૃષ્ટિકોણથી કહેવાશે.”સૂત્ર દ્વારા આગળ એવું પણ કહેવાયું કે આલિયા આ સિરીઝ માટે ચાર નવા ચહેરા લેવાનું વિચારી રહી છે. તેના માટેનું કાસ્ટિંગ થઈ રહ્યું છે.

સાથે એવા પણ અહેવાલો છે કે આલિયા આ સિરીઝ માટે વાસ્તવિક લાગે એવા ચહેરા પસંદ કરવા માગે છે. સૂત્રએ જણાવ્યું, “આલિયાએ નિર્ણય લીધો છે કે આ નવા ચહેરા ૨૦ વર્ષની આસપાસની ઉંમરના હોવા જોઈએ, જેના ચહેરા વાસ્તવિક દેખાય. આ સિરીઝ સાથે ચાર નવા ચહેરા લોંચ કરવામાં આવશે.” આ સિરીઝનું શૂટિંગ આ જ વર્ષના અંત સુધીમાં શરૂ થશે એવી શક્યતા છે.

એવી પણ ચર્ચા છે કે આ સિરીઝ માટે મંજુ કપૂરની નવલકથા ‘ડિફિકલ્ટ ડોટર્સ’નો આધાર લેવાયો છે. આ સિરીઝ આલિયાની માતા સોની રાઝદાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આલિયાના બેનર હેઠળ તેની બહેન શાહિન પણ એક સિરીઝ બનાવી રહી છે. આ સિવાય આલિયાની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ પણ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.