“જીગરા”માં એક્શન અવતારમાં આલિયા ભટ્ટ મચાવશે ધમાલ
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધૂમ મચાવ્યા બાદ આલિયા ભટ્ટ હવે તેની આવનાર ફિલ્મ જીગરામાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન અવતારમાં જાેવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં આલિયા ભટ્ટ પોતાના ખભા પર બેગ લઈને ઊભેલી જાેવા મળી રહી છે.
આ ફિલ્મને કરણ જાેહર, આલિયા ભટ્ટ અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ જીગરાના મોશન પોસ્ટરની સાથે આલિયા ભટ્ટની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે. જીગરાના આ મોશન પોસ્ટરમાં આલિયા ભટ્ટ શર્ટ અને પેન્ટ પહેરીને રસ્તાની વચ્ચે ઉભી જાેવા મળે છે.
આ વિડીયો શેર કરતા અભિનેત્રી આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, “ધર્મા પ્રોડક્શનમાં ડેબ્યુ કરવાથી લઈને તેમની સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં એવું લાગે છે કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી પાછી આવી છું.” સાથે જ તેણે લખ્યું છે કે આ ફિલ્મ વિશે વધુ વિગતો શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.SS1MS