દુબઈમાં પતિ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટની રોમેન્ટિક ડિનર ડેટ
મુંબઈ, પેરેન્ટ્સ બન્યા ત્યારથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું શિડ્યૂલ વ્યસ્ત ચાલી રહ્યું હતું. જ્યાં એક તરફ આલિયા ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં તો આરકે એનિમનલના શૂટિંગમાં વ્યસ્ત હતો.
જાે કે, તેમના હેક્ટિક શિડ્યૂલમાંથી સમય મળતા જ તેઓ દીકરી રાહાને લઈને ઈન્ટરનેશનલ ટ્રિપ પર ઉપડી છે, હાલ તેઓ દુબઈમાં છે અને ત્યાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. એક્ટ્રેસ તેની પર્સનલ લાઈફને પ્રાઈવેટ જ રાખવામાં માને છે જ્યારે બીજી તરફ રણબીર સોશિયલ મીડિયા પર નથી, તેથી તેમની વેકેશનની ઝલક જાેવી અશક્ય છે. પરંતુ તેમના એક્ટિવ ફેન પેજ પરથી કેટલીક તસવીરો સામે આવ્યા છે.
દુબઈમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ડિનર ડેટ એન્જાેય કરી હતી, આ માટે તેણે બ્લેક આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. આલિયાએ બ્લેક કલરનું ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા, લાઈટ ઈયરરિંગ્સ પહેરી હતી, સ્લિંગ બેગ કેરી કરી હતી અને લાઈટ મેકઅપ કર્યો હતો. બીજી તરફ રણબીરે બ્લેક શર્ટની સાથે મેચિંગ પેન્ટ પહેર્યું હતું, જેમાં તે હેન્ડસમ લાગતો હતો.
કપલની આ તસવીર તેના ફેન્સને ખૂબ ગમી હતી અને તેમની જાેડીના વખાણ કરતાં હાર્ટ તેમજ ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા. ગુડલૂકિંગ કપલના ફેન્સ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. દુબઈની ગલીઓમાં ફરવા દરમિયાન પણ તેમને કેટલાક ફેન્સ મળી ગયા હતા. તેમણે તેમને નિરાશ કર્યા નહોતા અને સેલ્ફી પડાવી હતી. આવી જ એક તસવીર રણબીર કપૂર યૂનિવર્સ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવી હતી, જેમાં પણ તેઓ ટિ્વનિંગ કરતાં દેખાયા હતા.
આલિયાએ વ્હાઈટ કલરનું ડીપ નેક ગાઉન પહેર્યું હતું, તો રણબીરે વ્હાઈટ ટીશર્ટની સાથે ડેનિમ અને બ્લૂ ટોપી પહેરી હતી. જણાવી દઈએ કે, ગુરુવારે સવારે આલિયા અને રણબીર મુંબઈ એરપોર્ટ પર સ્પો થયા હતા. ફોટોગ્રાફર્સે તેમને કેમેરામાં કેદ કર્યા હતા. તે સમયે બ્લેક કલરના શર્ટ અને મેચિંગ પેન્ટમાં આલિયા સુપર ક્યૂટ લાગતી હતી. આ સાથે તેણે બ્લેક સનગ્લાસિસ અને વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા.
બીજી તરફ, રણબીરે લાઈટ બ્લૂ શર્ટની સાથે પેન્ટ અને વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા. તેના ક્લીન શેવ લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફોટોગ્રાફર્સે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું ‘નાઈટ લૂક’, જેના પણ તેણે પૂછ્યું હતું ‘કોનો લૂક?’ જ્યારે ફોટોગ્રાફર્સે રણબીરનું નામ લીધું તો આલિયાએ હસતા-હસતા કહ્યું હતું ‘અને મારો?’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ના રિલીઝની રાહ જાેવાઈ રહી છે. જેમાં રણવીર સિંહની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતના કલાકારો છે. બે દિવસ પહેલા જ તેનું ટિઝર લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મ ૨૮ જુલાઈએ રિલીઝ થશે.
આ સિવાય તે ‘હાર્ટ ઓફ સ્ટોન’ ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. બીજી તરફ રણબીર કપૂરની રશ્મિકા મંદાના સાથેની ફિલ્મ ‘એનિમલ’ ઓગસ્ટમાં રિલીઝ થશે.SS1MS