Western Times News

Gujarati News

આલિયાએ બાંદ્રામાં 37 કરોડ કિંમતનું નવું ઘર ખરીદ્યું

મુંબઈ, એવું લાગે છે કે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં ઘર ખરીદવા માટે તેની તમામ કમાણી ખર્ચી રહી છે. આ મહિને તેણે તેની બહેન શાહીન ભટ્ટને કરોડો રૂપિયાના બે ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે બાંદ્રા વેસ્ટમાં બીજું નવું ઘર ખરીદ્યું છે જેની કિંમત ૩૭ કરોડ રૂપિયા છે. Alia bought a new house worth 37 crores in Bandra

આલિયા ભટ્ટે બાંદ્રા વેસ્ટમાં ૨,૪૯૭ ચોરસ ફૂટનું નવું ઘર ખરીદ્યું છે જેની કિંમત ૩૭.૮૦ કરોડ રૂપિયા છે. જે તેના પ્રોડક્શન હાઉસ Eternal Sunshine Production Pvt Ltdએ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ નવું સરનામું પાલી હિલમાં એરિયલ વ્યૂ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલું છે. તેણે રૂ. ૨.૨૬ કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હોવાના અહેવાલ છે. આ વેચાણ કરાર ૧૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ નોંધાયેલ છે.

આ સિવાય ૧૦ એપ્રિલે આલિયા ભટ્ટે તેની બહેન શાહીન મહેશ ભટ્ટને મુંબઈમાં ૭.૬૮ કરોડ રૂપિયાના બે એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યા હતા. જુહુના ગીગી એપાર્ટમેન્ટમાં આવેલો આ ફ્લેટ ૨,૦૮૬.૭૫ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેણે સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. ૩૦.૭૫ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આલિયા હાલ પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે બાંદ્રાના પાલી હિલ સ્થિત ‘વાસ્તુ’માં રહે છે.

આ દંપતીએ આ ઘરની બાલ્કનીમાં લગ્ન કર્યા હતા, જ્યાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આલિયા અને રણબીરે એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીર હાલ એક દીકરીના માતાપિતા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)


રણબીર અને આલિયાની દીકરી રાહાનો જન્મ ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ થયો હતો. હાલ આલિયા-રણબીર દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળી હતી.

હવે તે કરણ જાેહરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાણી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જાેવા મળશે. આ સિવાય ‘જી લે ઝરા’માં તે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ સાથે દેખાશે. ઉપરાંત આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં ડેબ્યૂ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.