Western Times News

Gujarati News

૫૦ લાખની સાડી પહેરીને એવોર્ડ લેવા આવી આલિયા

મુંબઈ, નવી દિલ્હીમાં આયોજીત થયેલ ૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે આલિયાએ પોતાના હમસફર રણબીર કપૂર સાથે આવી હતી. બંનેને એક સાથે જાેઈને ફેન્સ ખૂબ થઈ ગયા હતા. જ્યાં અમુક લોકોનું ધ્યાન આલિયાની સાડી પર અટકી ગયું હતું. આપને જણાવી દઈએ કે, આલિયાની આ સાડી કોઈ મામૂલી સાડી નથી, પણ તેની સાથે એક ખાસ કનેક્શન પણ જાેડાયેલું છે.

આલિયા ભટ્ટને ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ આલિયાનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. આ એવોર્ડ લેવા માટે તે ૫૦ લાખની સાડી પહેરીને આવી હતી. એક છોકરી માટે તેના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ ખાસ દિવસને આખી જિંદગી યાદ રાખવા માટે તે પોતાના લગ્નમાં કોઈ કમી રાખવા માગતી નથી. તેથી તે દરેક વસ્તુ મોંઘામાં મોંઘી અને સારામાં સારી ખરીદતી હોય છે.

આલિયાએ જે ૫૦ લાખની સાડી પહેરીને ૬૯માં ફિલ્મ પુરસ્કાર સમારંભમાં આવી હતી, તેને જાેઈને ફેન્સ દાવો કરી રહ્યા છે કે, આ સાડી તેના લગ્નની છે. આપને જણાવી દઈએ કે, આલિયાના લગ્ન દરમ્યાન તેની ક્લાસિક સબ્યસાચી આઈવરી બ્રાઈડલ સાડીની ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્યારે તેની કિંમત ૫૦ લાખ રૂપિયા હોવાનું કહેવાતું હતું.

એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે, મારા લગ્નમાં મેં ડ્રેસની જગ્યાએ સાડી પહેરવાનું પસંદ કર્યું કારણ કે મને સાડી ખૂબ પસંદ છે અને તે દુનિયાનૌ સૌથી આરામદાયક પોશાક છે. આ જ કારણ છે કે, મેં મારા લગ્નમાં લહેંગો નહીં પણ સાડી પહેરવાનું પસંદ કર્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.