આલિયા નથી ઇચ્છતી કે તેની જેમ રાહા નાની ઉંમરે ઘર છોડીને નીકળે
મુંબઈ, આલિયાએ પોતાની કરિયર માટે ૨૩ વર્ષની ઉંમરે પોતાના પેરેન્ટ્સનું ઘર છોડીને એકલાં રહેવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ આલિયાએ કહ્યું કે, તે નથી ઇચ્છતી કે રાહા તેની જેમ વહેલાં પૅરેન્ટ્સનું ઘર છોડી દે. એક ઇન્ટર્વ્યુમાં આલિયા અને તેની માતા સોની રાઝદાન સાથે હાજર રહી હતી.
આ ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું કે, “મેં ઘર છોડ્યું ત્યારે હું માંડ ૨૩ વર્ષની હોઈશ. હું ઘણી વખત લાંબા શુટિંગ શેડ્યુલ માટે ઘરથી દૂર રહેતી હતી અને તેમને ખ્યાલ પણ ન હોતો કે હું કયા શહેરમાં છું. હવે હું જ્યારે યાદ કરું છું તો મને સમજાય છે કે નાની ઉંમરમાં મને આ રીતે આઝાદી આપી એ કેટલું કૂલ હતું.
તેનાથી મને મારા પગ પર ઊભાં થવામાં ઘણી મદદ મળી.” આગળ આલિયાએ કહ્યું કે, “મારા જીવન અને અમારા સંબંધમાં એક સમય એવો હતો, જેણે સમગ્ર જીવનની દિશા બદલી નાખી. છતાં મને ક્યારેક લાગે છે કે મેં બહુ વહેલાં ઘર છોડી દીધું હતું અને હું રાહા સાથે એવું નહીં થવા દઉં.” જોકે, આલિયાના પિતા મહેશ ભટ્ટ ઇચ્છે છે કે, રાહા જાતે જ પડીને ઊભી થાય અને પોતાની ભૂલોમાંથી શીખે.
“પપ્પાએ મને હમણાં જ કહ્યુઃ ‘જો તું રાહાને પડવા નહીં દે તો એ તારી સૌથી મોટી ભૂલ હશે કારણ કે નહીંતર તે પછી ક્યારેય પોતાની જાતને સંભાળતા શીખી શકશે નહીં.” આલિયા જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે તે પોતાની હોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ માટે કામ કરી રહી હતી.
આ અંગે વધુ વાત કરતાં આલિયાએ જણાવ્યું કે, “જ્યારે હું પ્રેગનન્ટ હતી અને લંડનમાં ‘હાર્ટ ઓફ સ્ટોન’ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે હું ત્રણ રાત સુધી ઊંઘી શકી નહોતી. મને લાગતું હતું કે, હું કદાચ બહુ ખરાબ દીકરી છું, ખબર નહીં એ હોર્માેનલ ચેન્જના કારણે હતું કે શું કારણ હતું.
પરંતુ મને યાદ છે કે હું પ્રેમ, કાળજી, જવાબદારી અને ચિંતાના વિચારમાં જ બહુ ભાવુક થઈ જતી હતી અને બધું એક સાથે અનુભવાતું હતું જે મને સમજાતું નહોતું.” આ વાત સાથે સોની રાઝદાને કહ્યું કે, “એવા અમુક દિવસો હોય છે, જ્યારે તે મારા કોલ ન પાડવા કે તેના તરફ ધ્યાન ન આપવા માટે બેચેની અનુભવે છે.”
આલિયાએ ૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ રાહાને જન્મ આપ્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા જ ફૅન્સને આ સમાચાર આપ્યા હતા. તેણે લખ્યું હતું, “અમારા જીવનના બેસ્ટ ન્યુઝ.અમારું બાળક અહીં છે અને એ એક મેજિકલ દિકરી છે. અમે પ્રેમથી છલકાઈ રહ્યા છીએ –બ્લેસ્ડ અને ઓબ્સેસ્ડ પેરનેટ્સ બની ગયા છીએ.
પ્રેમ પ્રેમ પ્રેમ. આલિયા અને રણબીર.” સોની રાઝદાને કહ્યું કે આલિયા રાહા માટે ‘બધું જ બેસ્ટ’ ઇચ્છે છે. તેણે કહ્યું, “આલિયા એ સ્તર પર છે કે તેને પોતાની દીકરી માટે બધું જ બેસ્ટ ઉપલબ્ધ કરાવવાનું પોસાય તેમ છે – શ્રેષ્ઠ સંભાળ, શ્રેષ્ઠ નર્સ અને શ્રેષ્ઠ રમકડાં. આલિયા તેની ઉપલબ્ધિઓને સમજે છે અને તેના માટે ગ્રેટફુલ પણ છે.”SS1MS