આલિયાને ફિલ્મ “સ્ત્રી ૨”ના પ્રોડ્યુસરનો સાથ મળ્યો
મુંબઈ, હાલમાં આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વાર’માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે કામ કરી રહી છે. યશ રાજ ફિલ્મ્સના સ્પાય થ્રિલર યુનિવર્સમાં પણ આલિયા હાલ કામ કરે છે. હવે, આલિયા દિનેશ વિજાનની સાથે આગામી ફિલ્મ માટે ચર્ચા-વિચારણા કરી રહી હોવાના અહેવાલો છે. દિનેશ વિજાન ‘સ્ત્રી’, ‘સ્ત્રી ૨’, ‘મુંજિયા’, ‘ભેડિયા’ જેવી હોરર કોમેડી ફિલ્મો કરવા માટે પ્રખ્યાત છે.
સૂત્રોના આધારે અમુક અહેવાલોમાં કહેવાયું છે કે, “આલિયા દિનેશ વિજાન સાથે ઘણી બધી ફિચર ફિલ્મોની ચર્ચા કરતી હોય છે. અનેક ચર્ચાઓ બાદ હવે આલિયા અને વિજાન સાથે કામ કરવા સજ્જ થઈ ગયાં છે.
‘ગંગુબાઈ’ને સાયકોલોજીકલ સુપરનેચરલ થ્રિલર પસંદ છે જે ‘લવ એન્ડ વાર’ ફિલ્મ બાદ મોટા પડદે જોવા મળી શકે છે. આ અંગે વિચારણા ચાલી રહી છે, લગભગ ૨૦૨૫ની શરૂઆતમાં બધું નક્કી થાય તેવી શક્યતા છે.” આલિયાએ નવેમ્બર ૨૦૨૫ સુધી ‘લવ એન્ડ વાર’ માટે ભણસાલીને ઘણી બધી ડેટ્સ આપી દીધી છે.
હાલમાં આ હોરર થ્રિલર લખવાનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મને હાલના તબક્કે ‘ચામુંડા’ કહેવામાં આવે છે. આ પહેલાં એવા પણ અહેવાલો હતા કે કિઆરા પણ વિજાનના હોરર કોમેડી યુનિવર્સમાં જોડાવાની હતી જેમાં ફિલ્મનું ટાઈટલ ‘દેવી’ હતું.
હવે આલિયા આ યુનિવર્સનો એક ભાગ હોવાના અહેવાલો આવતા એવી ચર્ચા છે કે, ભવિષ્યમાં આ ફિલ્મમાં આલિયા કે કિઆરામાંથી કોણ જોવા મળશે કે પછી બે અલગ ફિલ્મો હશે. ઓડિયન્સમાં હોરર કોમેડી અને થ્રિલરનો ટ્રેન્ડ છવાયો છે તે વાત ‘સ્ત્રી ૨’ને મળેલી સફળતા પરથી સાબિત થાય છે. આ દરમિયાન, ૨૦૨૪ના અંતમાં આલિયા ‘જિગરા’ ફિલ્મમાં વેદાંગ રૈના સાથે જોવા મળી હતી.SS1MS