આલિયા-રણબીર દીકરીનો ચહેરો ફેન્સથી નહીં છુપાવે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Alia-2.jpg)
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે છ નવેમ્બરે દીકરીનો જન્મ થયો, જેનું નામ રાહા પાડવામાં આવ્યું છે. કપલ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટમાંથી બ્રેક લઈને તેમની રાજકુમારીનું ધ્યાન રાખવામાં વ્યસ્ત થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને દીકરીના નામની જાહેરાત કરી હતી. જાે કે, ચહેરો દેખાડ્યો નહોતો.
અગાઉ કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની દીકરીને તેઓ મીડિયા સામે લાવવા માગતા નથી. તેથી, તેઓ તેમના ફ્રેન્ડ્સને પણ રાહાને મળવા નહીં દે અને જાે તેઓ મુલાકાત કરશે તો ફોટો ક્લિક કરવાની મંજૂરી નહીં મળે. કપલ નથી ઈચ્છતું કે તેમની દીકરીની તસવીરો સર્ક્યુલેટ થાય.
જાે કે, આલિયા અને રણબીરે તેમનું મન બદલી દીધું હોય તેમ લાગી રહ્યું છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટ નણંદ કરીના કપૂરના પગલે-પગલે ચાલીને કૂલ મોમ બનવા માગે છે.
એક્ટ્રેસ જાણે છે કે, તે દીકરી રાહાનો ચહેરો છુપાવવા માટે ગમે એટલો પ્રયાસ કેમ ન કરી લે પરંતુ ક્યારેક તો કોઈ તેની તસવીર વાયરલ કરી જ દેશે. તેથી, તે આ બાબતે વધારે સ્ટ્રેસ લેવા માગતી નથી.
આલિયા અને રણબીર ખૂબ જલ્દી દીકરી સાથે મિનિ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યાં સુધી તો તેઓ રાહાનો ચહેરો નહીં જ દેખાડે. પરંતુ તે છ મહિનાની થતાં જ આલિયા ખુશી-ખુશી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે, તેમ પણ રિપોર્ટ્સમાં ઉમેરવામાં આવ્યું છે.
અગાઉની માહિતી પ્રમાણે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દીકરી રાહાને સાચવવા માટે બહારની કોઈ વ્યક્તિની મદદ લઈ રહ્યા નથી. એટલે કે રાહાને સાચવવા માટે તેમણે આયા રાખ્યા નથી. બંનેનું આ પહેલું સંતાન છે તેમ છતાં જે રીતે તેનું ધ્યાન રાખી રહ્યા છે તે જાેઈને દાદી નીતૂ કપૂર અને નાની સોની રાઝદાનને પણ નવાઈ લાગી રહી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પાંચ વર્ષના રિલેશનિપ બાદ આ વર્ષના એપ્રિલમાં લગ્ન કર્યા હતા અને જૂનમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. છ નવેમ્બરે દીકરીના જન્મની જાહેરાત કરતાં એક્ટ્રેસે લખ્યું હતું ‘અમારું બાળક આવી ગયું છે અને તે કમાલની છોકરી છે.
અમે માતા-પિતા બનીને ધન્યતા અનુભવી રહ્યા છીએ અને હૃદય ભરાઈ ગયું છે. લવ લવ લવ- આલિયા અને રણબીર. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.
આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે.SS1MS