રાહા અને રણબીરને મુકીને આલિયા એકલી ઉપડી ફરવા
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ સમયે આલિયા એકદમ નવા લુકમાં જોવા મળી. આલિયા ભટ્ટનો આ લુક સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ ગયો છે. આલિયા ભટ્ટ આ તસવીરોમાં એકલી જોવા મળી છે. આલિયા ભટ્ટનો આ નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.
આ સાથે આલિયા ભટ્ટ રણબીર અને રાહાને મિસ કરી રહી છે. હાલમાં આલિયા ભટ્ટનો આ એરપોર્ટ લુક છવાઇ ગયો છે. આ તસવીરોમાં તમે આલિયાને એકદમ કુલ લુકમાં જોઇ શકો છો. આમ, તમને જણાવી દઇએ કે આલિયાનો ફેન વર્ગ બહુ મોટો છે.
આ તસવીરો જોઇને ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે. એક્ટ્રેસ આલિયાએ ડ્રેસની સાથે મેચિંગ પર્સ પણ કેરી કર્યુ છે. આ પર્સ તમને એક નજરે ગમી જાય એવું છે. આલિયાની ડ્રેસિંગ સ્ટાઇલ બહુ મસ્ત હોય છે. એક-એક લુક આલિયાનો છવાઇ જાય છે. આલિયા ભટ્ટ આ તસવીરમાં કારમાં એરપોર્ટ પર જોવા મળી. આલિયા આ લુકમાં એકદમ હસીન લાગી રહી છે. નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.
આલિયા ભટ્ટ ફેન્સને જોતાની સાથે એક મસ્ત સ્માઇલ પણ આપી રહી છે. આ સ્માઇલે ફેન્સને ઘાયલ કરી દીધા હતા. આટલું જ નહીં, પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે આલિયાએ કાનમાં બુટ્ટી પહેરી છે. આ સાથે ગળામાં કોઇ એસેસરીઝ પહેરી નથી. આલિયા ભટ્ટને એકલી જોઇને ફેન્સ રણબીર કપૂર અને રાહાને મિસ કરતા જોવા મળ્યા. આલિયા ભટ્ટની આ તસવીર પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
આ વાયરલ તસવીર પર એક યુઝર્સે કોમેન્ટમાં ક્યૂટ મોમ કહ્યું છે. આ સિવાય યુઝર્સે આલિયા ભટ્ટના ફિટનેસના પણ વખાણ કર્યા છે. આલિયા ભટ્ટના વક્રફન્ટની વાત કરીએ તો છેલ્લે રોકી અને રાણીની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. કરણ જોહરની ડાયરેક્ટ આ ફિલ્મમાં એની સાથે રણવીર સિંહ જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ ફિલ્મ જિગરામાં જોવા મળશે, જેની પ્રોડ્યુસર એ પોતે છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.SS1MS