આલિયા મમ્મી બન્યા પછી ખૂબ જલ્દી કામ પર પાછી ફરશે

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. આલિયા અને રણબીર માટે ૨૦૨૨નું વર્ષ ખાસ કહી શકાય કારણકે આ વર્ષે એપ્રિલમાં મહિનામાં તેમણે લગ્ન કર્યા. જે બાદ જૂનમાં કપલે પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી અને એ પછી સપ્ટેમ્બરમાં ‘બ્રહ્માસ્ત્ર’ થકી તેઓ પહેલીવાર ફિલ્મી પડદે સાથે દેખાયા. ‘બ્રહ્માસ્ત્ર’એ બોક્સઓફિસ પર સારી કમાણી કરી છે.
રિલીઝનો એક મહિનો થાય એ પહેલાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ ૪૨૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આલિયા અને રણબીર ફિલ્મની સફળતાથી ખુશ છે અને હવે જીવનમાં આવનારા નવા તબક્કાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
હાલમાં જ આલિયાએ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે, રણબીરની ઈચ્છા છે કે ડિલિવરી પછી જલ્દી જ તે કામ પર પાછી ફરે.
આલિયાએ કહ્યું, “રણબીર હાલ ખૂબ ખુશ છે. તે મને કહે છે કે- બેબી, તું આ મહિનાથી કામ શરૂ કરી દેજે અને હું થોડા સમય માટે બ્રેક લઈશ જેથી તું કામ કરી શકે. હું કમબેક કરીશ અને પછી તું બ્રેક લેજે અને આ રીતે આપણે વારાફરથી બ્રેક લેતા રહીશું.
આલિયાએ આગળ કહ્યું, બાળકની જવાબદારી ઉઠાવવા માટે રણબીર ખૂબ આતુર છે. હકીકતે, તાજેતરના જ એક ઈન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું હતું કે- મારા ખભા પર ખૂબ મોટી જવાબદારી છે અને તે છે આલિયાને કામ પર પાછી મોકલવાની, નહીં તો પછી ફેન્સ મને જવાબદાર ઠેરવશે કે પિતા તરીકે હું તેની સાથે જવાબદારીઓ વહેંચતો નથી. પ્રેગ્નેન્સીમાં આલિયા ભટ્ટ સતત સક્રિય છે અને કામ કરી છે.
આલિયાએ પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનામાં પોતાની ડેબ્યૂ હોલિવુડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. જે બાદ તેણે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની’નું શૂટિંગ પૂરું કર્યું હતું. બાદમાં તે ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે વિવિધ સ્થળોએ ફરી હતી. જાેકે, હાલ પ્રેગ્નેન્ટ આલિયાએ કોઈ નવી ફિલ્મ સાઈન નથી કરી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રણબીર પણ બાળકના આગમન વખતે બ્રેક લેવા માગે છે એટલે તેણે પણ ‘એનિમલ’ પછી નવી ફિલ્મ હાથમાં નથી લીધી. આ ફિલ્મનું શૂટિંગ પણ તે બાળકના આગમન પહેલા આટોપી લેવા માગે છે. બુધવારે આલિયા ભટ્ટનું સીમંત યોજાયું હતું. જેમાં કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો ઉપરાંત આલિયાની બહેનપણીઓ હાજર રહી હતી.SS1MS