Western Times News

Gujarati News

પ્રજ્ઞાચક્ષુ પિતાએ દિકરીને ડોકટર બનાવવાની વાત કરતાં પ્રધાનમંત્રી પણ ભાવુક થઈ ગયા

વડાપ્રધાનના સાંકેતિક અભિગમને યાદ રાખીને પુત્રીને ડૉકટર બનાવવાનો નિર્ધાર કરતાં પ્રજ્ઞાચક્ષુ પિતા-આલિયાબાનુના ડૉકટર બનવાના સ્વપ્નમાં આર્થિક સંકટને દૂર કરતું જીલ્લા વહીવટી તંત્ર ભરૂચ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તબીબી ક્ષેત્રે આગળ ભણવા માટે પ્રધાનમંત્રીની એક પહેલથી ગરીબ ઘરની અને પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમબીબીએસ માટે ફી માટેના ૪ લાખ રૂપિયાનો બેંકસૅ ચેક ભરૂચ વહીવટી તંત્ર તરફથી અર્પણ કરાયો હતો.

વાત છે ૧૨ મે ૨૦૨૨ ના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં “ઉત્કર્ષ પહેલ” અંતર્ગત લાભાન્વિત થયેલ તમામ લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજિત ઉત્કર્ષ સમારોહમાં પ્રધાનમંત્રીએ અનેક લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ પૈકી વાગરાના ઐયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ જાેડે કરેલો સંવાદ ખુબ જ લાગણીસભર અને પ્રધાનમંત્રીને પણ ભાવુક બનાવી દીધા હતા.

વાગરા ખાતે રહેતા ઐયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ નામના ૫૧ વર્ષીય સદગૃહસ્થે થોડાક વર્ષો પહેલા ગલ્ફ દેશમાં વ્યવસાય કરતા હતા તે દરમ્યાન કોઈ દવાની આડઅસરમાં તેમની આંખોમાંથી રોશની જતી રહી હતી. ઐયુબભાઈને પોતાના પરિવારમાં ૦૬ વ્યકિતનું લાલનપાલન કરવાનું હતું. તેમને સંતાનોમાં ત્રણ પુત્રી છે અને ત્રણેયને સારી રીતે ભણાવવાની ઐયુબભાઈની ખેવના હતી.

પ્રધાનમંત્રીએ પ્રાસંગિક વાતચીત અને યોજનાકીય લાભોનો પ્રતિભાવ મેળવ્યા બાદ એવું પૂછ્યું હતું કે, “તમે તમારી પુત્રીને શું બનાવવા ઈચ્છો છો? દિકરીઓને ભણાવો છો?” તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઐયુબભાઈએ જણાવ્યું હતું કે, મારી એક દીકરીને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મળ્યો છે.જ્યારે બીજી દીકરીને રૂ.૧૦ હજારની સ્કોલરશીપ મળી છે.

મારી દીકરીને ડોક્ટર બનાવવા માંગુ છું. જાેગાનુજાેગ, એ દિવસે ધોરણ – ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ હતું જેમાં મોટી પુત્રી આલિયા ૭૯.૮૦ % અને ૯૫.૧૦ પર્સન્ટાઈલ રેન્કથી ઉત્તીર્ણ થયા હતા.

વાત અહીંથી વળાંક લીધી અને પ્રધાનમંત્રીએ અચાનક આલિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. આલિયાએ પોતાની અભ્યાસની વિગતો આપી બાદમાં પિતાની વાત કરતા આલિયાની આંખ અશ્રુભીની થઈ ગઈ હતી. આ જાેઈ પ્રધાનમંત્રી પણ થોડી ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. સભામંડપમાં પણ લાગણીસભર દ્રશ્યોમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ક્ષણે પ્રધાનમંત્રીએ ઐયુબભાઈને કહ્યું કે, દીકરીની સંવેદના એ જ તમારી તાકાત છે, શક્તિ છે. દીકરીઓના સપના પૂરા કરજાે અને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજાે. તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે.

ઐયુબભાઈ પટેલની દીકરીના ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરતાં કોઈપણ પ્રકારની અડચણરૂપ બાધામાં સંકટમોચનરૂપી સાર્થક બનવા માટે પ્રધાનમંત્રીના સાંકેતિક અભિગમને યાદ રાખીને ઐયુબભાઈ પટેલની દીકરી આલિયાબાનુ પટેલે એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરવા સારું સારી કોલેજમાં એડમિશન માટે જરૂરી ટેકો કરવા અરજ કરી હતી.

MBBS અભ્યાસક્રમની શૈક્ષણિક ફી ચૂકવવામાં જરૂરી નાણાંકીય સહાયરૂપ થવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ અંતર્ગત મહેસૂલ વિભાગના મહત્તમ અધિકારીઓથી લઈને અનેક કર્મચારીઓએ ટૂંકા સમયગાળામાં સ્વૈચ્છિકપણે અને નિજી ક્ષમતાનુસાર નાણાંકીય ફાળો ફાળવી ૪ લાખનો લોકફાળો એકત્રિત કરવામાં સામુહિક પ્રયાસની ક્ષમતાનું એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.