આલિયાની જિગરાએ રિલીઝ પહેલાં જ બજેટ સરભર કર્યું
મુંબઈ, આલિયા ભટ્ટની એક્શન-ઈમોશનલ મૂવી ‘જિગરા’ કેટલાક સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયાના ભાઈનો રોલ વેદાંગ રૈનાએ કર્યો છે. સામાન્ય રીતે ફિલ્મોમાં બહેનન રક્ષા ભાઈ કરતો હોય છે, જ્યારે ‘જિગરા’માં ભાઈને બચાવવા માટે બહેને હાથમાં હથિયાર ઉપાડેલા છે.
આલિયાની એક્ટિંગ અને કેરેક્ટરના વખાણ તેની રિલીઝ પહેલાં જ થઈ રહ્યા છે. આ પોઝિટિવ પબ્લિસિટીના કારણે ફિલ્મે રિલીઝ પહેલાં જ બજેટ જેટલો ખર્ચ વસૂલ કરી દીધો છે. ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સના વેચાણમાંથી ફિલ્મને રૂ.૯૦ કરોડની આવક થઈ છે. રિપોટ્ર્સ મુજબ, ફિલ્મનું બજેટ રૂ.૮૦ કરોડનું છે. પબ્લિસિટી માટે રૂ.૧૦ કરોડનો ખર્ચ થયેલો છે. એકંદરે આ ફિલ્મ રૂ.૯૦ કરોડમાં પડેલી છે.
ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ રૂ.૯૦ કરોડમાં ફાઈનલ થયા છે, જેના કારણે રિલીઝ પહેલાં જ તેણે બજેટ સરભર કરી દીધું છે. ફિલ્મને મ્યૂઝિક રાઈટ્સ અને થીયેટરમાંથી જે આવક થાય, તે સીધો નફો જ હશે. આલિયાની આ ફિલ્મનું ડાયરેક્શન વાસન બાલાએ કરેલું છે. આલિયા અને વાસને અગાઉ આલિયા સાથે ‘મોનિકા ઓ માય ડા‹લગ’માં સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આલિયાની ‘જિગરા’ માટે રૂ. ૭૦ કરોડ ચૂકવવા નેટફ્લિક્સે તૈયારી બતાવી છે. રૂ.૨૦ કરોડની આવક સેટેલાઈટ રાઈટ્સમાંથી થઈ રહી છે.
આલિયા અને વેદાંગ પૂરા જોશથી ‘જિગરા’નું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મમાં ભાઈ માટે જેલ તોડીને બહાર નીકળતી બહેનની સ્ટોરી છે. તેના ત્રણ ગીતો રિલીઝ થયાં છે અને ઓડિયન્સને પસંદ આવ્યા છે.
સેન્સર બોર્ડે તેને U/A રેટિંગ આપેલું છે. એકંદરે બે કલાક અને ૩૫ મિનિટનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ‘જિગરા’માં આલિયાએ લીડ રોલ ઉપરાંત કો-પ્રોડ્યુસર તરીકે પણ જવાબદારી નિભાવી છે.SS1MS