આલિયાની બહેન શાહીન મિસ્ટ્રી મેન સાથે કોઝી બની
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પરિવાર સાથે નવું વર્ષ ઉજવ્યું. તેણે થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરી. આ દરમિયાન આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ તેની સાથે હતી. શાહીન ભટ્ટે આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે.
ફોટામાં તે તેની માતા અને બહેન સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ સિવાય તેણે એક ગ્›પ ફોટો પણ શેર કર્યાે હતો. આ ફોટોમાં સોની રાઝદાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર, અયાન મુખર્જી જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.શાહિને વેકેશન ખૂબ એન્જોય કર્યું હતું.
તેણે ફોટાના કેપ્શનમાં એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. શાહીનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં શાહીનને એક મિસ્ટ્રી મેન સાથે હાથ જોડીને સમુદ્રના નજારાનો આનંદ લેતા જોઈ શકાય છે. ફોટામાં બંનેના ચહેરા દેખાતા નથી પરંતુ બંનેએ કાળા ચશ્મા પહેર્યા છે અને રહસ્યમય વ્યક્તિએ સફેદ શર્ટ પહેરેલુ જોઈ શકાય છે.
શાહીનનો આ ફોટો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે અયાન મુખર્જીને ડેટ કરી રહી છે . જો કે આ મિસ્ટ્રી મેન કોણ છે તે અંગે શાહીને પોતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.અયાન મુખર્જી વિશે વાત કરીએ તો તે રણબીર કપૂરનો ઘણો સારો મિત્ર છે. અયાને રણબીર સાથે વેક અપ સિદ, યે જવાની હૈ દીવાની અને બ્રહ્માસ્ત્ર બનાવી હતી. ત્રણેય ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી.SS1MS