રાજ્યસભામાં ભાજપના તમામ 4 ઉમેદવાર બિનહરીફ જાહેર

ગાંધીનગર, ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોઈ રાજ્યસભાનાં ૪ ઉમેદવારોનો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપનાં ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારનાં ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત કરવામાં આવી હતી. આ તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. મહત્વનું છે કે, ૪ બેઠકો માટે ૧૪૪ સભ્યોના બળની જરૂર છે.
ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૪ ધારાસભ્યના રાજીનામા બાદ હાલ ૧૭૫ સભ્યોની સંખ્યા છે. ૧૭૮ ધારાસભ્યોમાંથી ભાજપ પાસે ૧૫૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો છે. વિધાનસભામાં આપ ના ૪, સમાજવાદી પાર્ટીના ૧ તેમજ અપક્ષના ૨ ધારાસભ્યો છે.