31 માર્ચે રવિવાર હોવા છતાં દેશભરની તમામ બેંકો ખુલ્લી રહેશે
RBIએ માર્ગદર્શિકા જાહેર કરી-૨૩મી માર્ચને શનિવારે મહિનાનો ચોથો શનિવાર છે તેથી બેંકો બંધ રહેશે,
(એજન્સી)નવીદિલ્હી, આગામી ૩૧ મી માર્ચના રોજ રવિવારનો દિવસ છે. સામાન્ય રીતે રવિવારે સરકારી કામકાજ અને બેંક બંધ રહે છે. પરંતુ આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ બેંકોને, એક માર્ગદર્શિકા મોકલીને તેમની બેંકની કેટલીક શાખાઓ, આગામી ૩૧મી માર્ચના રોજ કામકાજ માટે ખુલ્લી રાખવા જણાવ્યું છે.
જો કે ૩૧મી માર્ચ એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો છેલ્લો કામકાજનો દિવસ છે. જાણો ૩૧ માર્ચના રોજ ખુલ્લી રહેનારી બેંકોની શાખામાં શુ કામકાજ હાથ ધરાશે.?
ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સૂચના આપી છે કે, આગામી ૩૧ માર્ચના રોજ રવિવાર હોવા છતાં, તેઓ તેમની કેટલીક શાખાઓ ખુલ્લી રાખે. ખાસ કરીને ૩૧મી માર્ચે ખુલ્લી રહેનારી આ તમામ શાખાઓ તે દિવસે માત્ર સરકારી કામકાજ કરશે.
જો કે ૩૧ માર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો છેલ્લો દિવસ છે. તેથી તે દિવસે બેંકોમાં મોડી રાત સુધી કામ ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકોના બેંકના કોઈ કામકાજ તે દિવસે થશે નહીં.
આરબીઆઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ૩૧ માર્ચે, બેંકોની તે તમામ શાખાઓ, કે જે ભારત સરકારને સંબંધિત સરકારી આવકની પ્રાÂપ્ત અને ચૂકવણીઓ સાથે વ્યવહાર કરે છે તે તમામ બેંકો ખુલ્લી રહેશે. આ શાખાઓમાં રવિવારની રજા રહેશે નહીં. આરબીઆઈનું કહેવું છે કે, બેંકની શાખાઓ ખુલ્લી રહેવાને કારણે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રાપ્તી અને ચુકવણી સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ કરી શકાશે.
ભારતમાં નાણાકીય હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે. તેથી, ૩૧મી માર્ચે રવિવારે એ હિસાબી ખાતા બંધ કરવાનો દિવસ છે. આવી સ્થિતિમાં, રવિવાર અથવા સોમવારે, તમામ બેંકોમાં કર્મચારીઓ મોડી રાત સુધી સરકારી ખાતાનું કામકાજ કરે છે. તેના બદલામાં તમામ બેંક કર્મચારીઓને ૧ એપ્રિલે જાહેર રજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ પણ બેંકોમાં કોઈ પબ્લિક ડીલિંગ નહીં થાય.
હોળી ધૂળેટીનો તહેવાર પણ ૩૧મી માર્ચના જ સપ્તાહમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં માર્ચ મહિનામાં હવે પછી બાકી રહેલા દિવસોમાં બેંકો બહુ ઓછા દિવસ ચાલુ રહેશે. અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં અલગ-અલગ દિવસે રજા હોય છે. ૨૩મી માર્ચને શનિવારે મહિનાનો ચોથો શનિવાર છે. આથી બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. ૨૪મી માર્ચે રવિવાર છે.
આથી રવિવારને ૨૪મી માર્ચે પણ બેંકો બંધ રહેશે. ૨૫ માર્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં ૨૫મી માર્ચ સોમવારના રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આથી સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં જાહેર રજા છે. તેથી બેંકોમાં પણ ૨૫મી માર્ચે જાહેર રજા રહેશે.
૨૯મી માર્ચે ગુડ ફ્રાઈડે તહેવાર માર્ચ મહિનાના અંતમાં એટલે કે ૨૯મી માર્ચે છે. તેથી ગુડ ફ્રાઈડેના દિવસે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંત પણ છે. તેથી, ૩૧મી માર્ચને રવિવાર હોવાથી આ દિવસે સામાન્ય નાગરિકો કે ખાતા ધારકો માટે બેંક બંધ રહેશે પરંતુ સરકારી કામકાજ સાથે સંકળાયેલ બેંકની શાખાઓ ચાલુ રહેશે.