Western Times News

Gujarati News

આ તારીખ પછી ફોર્મ ભરશે BJPના તમામ ઉમેદવારોઃ જાણો આ છે કારણ

(એજન્સી)ગાંધીનગર, ૧રમી એપ્રિલને શુક્રવારથી ગુજરાતમાં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટાચુંટણી માટે નોટીફીકેશન પ્રસિધ્ધ થશે. આ દિવસથી ર૦ મી એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરતા માટટેનો સમય નિયત થયો હોવાથી ભાજપે તમામ ઉમેદવારોને રામ નવમી અર્થાત ૧૭મી એપ્રીલથી જાહેર રજા પછી ૧૮ અને ૧૯મીએ ફોર્મ ભરવા માટે સુચનાઓ આપવાનું શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

સામાન્યતયઃ ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો એક જ દિવસે તમામ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે. પરંતુ આ વેળા સૌરાષ્ટ્રમાં ભાવનગરના ડો.મનસુખ માંડવીયા પોરબંદર બેઠકથી ચુંટણીલડી રહયા છે. જયારે અમરેલીના પરસોતમ રૂપાલા રાજકોટની ચુંટણી લડી રહયા હોવાથી આ ક્ષેત્રની સાતેય લોકસભા મતક્ષેત્રમાં એક દિવસના અંતરાલ સાથે

ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો નિયત કરવા સ્થાનીક કક્ષાએથી રજુઆતો મળ્યાનું ભાજપના ટોચના નેતાએ જણાવ્યું હતું આ કારણોસર ૧૮થીર૦ એપ્રીલ દરમ્યાન ર૬ લોકસભા ક્ષેત્રો તેમજ પાંચ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા તારીખો આપવામાં આવી રહી છે. જેનો સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે સંકળાયયેલા ભાજપના કાયદાવિદોની ટીમે છેલ્લા ચાર દિવસથી એક પછી એક તમામ ઉમેદવારો

અને તેમના ડમી ઉમેદવારોને રૂબરૂ બોલાવીને આ ફોર્મમાં રહેલી વિગતો મિલકત, ગુન્હા, દેવું બાકી લહેણા આઈટી રીટર્ન સહીત એક એક માહીતી સાથે લેશન આપવાનું શરૂ કર્યું છે.

ઝોન વાઈઝ ઉમેદવારોને બબ્બે વખત બોલાવીને ટ્રેઈનીગ અપાઈ છે. સોમવાર સુધીમાં દરેક ઉમેદવારોને ડમી સાથે ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવાના ફોર્મના ૧૦-૧૦ સેટના ડ્રાફટ સાથે તૈયાર રહેવા પણ કહેવાયયું છે. તદઉપરાંત ફોર્મ ભરતી વેળાએ ઉમેદવારોને લેવાના થતા શપથ અંગે પણ તાલીમ અપાઈ રહયાનું જાણવા મળ્યું છે. ૧રમી એપ્રીલ નોટીફીકેશન પ્રસિદ્ધ થયાના બીજા સપ્તાહે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરાશે. ર૦મી એપ્રીલે ઉમેદવારોની છેલ્લો દિવસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.