Medical Camp: સરભાણ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ સાર્વજનિક હોસ્પિટલ સરભાણ દ્વારા સરભાણ ગામે ૧૩ ફેબ્રુઆરી થી ૧૭ મી ફેબ્રુઆરી પાંચ દિવસ સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરાવી હતી.
તેમજ સેવા આપવા માટે આવેલા તબીબોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આઆવ્યું હતું.સર્વ રોગ નિદાન કેમ્પમાં સુમેરૂ નવકાર તીર્થ મિયાંગામ કરજણના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી.
આ કેમ્પમાં હોમિયોપેથીક,એલોપેથીક તેમજ આંખ, કાન, નાક,ચામડી તેમજ બાળકોના સ્પેશિયલીસ્ટ તબીબો હાજર રહી તેમની સેવાઓ આપી હતી. સર્વ રોગ નિદાન કેમ્પના પ્રારંભ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આજુબાજુના લોકોને પાંચ દિવસ ચાલનારા કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,કિસાન મોરચાના આગેવાન અશોક પટેલ,યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ તેમજ આસપાસના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.