Western Times News

Gujarati News

USAમાં બધું બરાબર નથી ચાલી રહ્યુ: મહામંદીની તલવાર લટકે છે

શેરબજારમાં આગામી વર્ષમાં ૩૦ ટકાનો કડાકો શકયઃ ઈકોનોમીનાં એનાલીસ્ટની ચેતવણી-અમેરીકામાં ભયંકર મંદીનાં એંધાણ !

(એજન્સી)વોશીગ્ટન, દુનિયાની આર્થિક સ્થિતી હાલમાં આમ પણ સારી નથી ત્યાં કેટલાક એકસપર્ટચેતવણી આપે છે કે અમેરીકા જેવી ઈકોનોમીમાં મહામંદી આવવાની છે. તેમની આગાહી છે કે અમેરીકા શેરબજાર આગામી વર્ષમાં ૩૦ ટકા સુધી ગગડે તેવી શકયતા છે. બીસીએ રીસર્ચના ચીફ ગ્લોબલ સ્ટ્રેટીજીસ્ટ પીટર બેરેઝીને આ ચેતવણી આપી છે.

અમેરીકામાં બધું બરાબર નથી ચાલી રહ્યુ અને મહામંદીની તલવાર લટકે છે. ર૦રપની શરૂઆતમાં અથવા મધ્યમાં શેરબજારમાં મોટા ગાબડા પડશે. આવું થશે તો એસ એન્ડ પી પ૦૦ ઈન્ડેક્ષ ઘટીને ૩૭પ૦ પર પહોચી જશે. દુનિયાભરની આર્થિક સ્થિતી પહેલેથી ડામાડોળ છે, બે જગ્યાએ મોટા વોર ચાલે છે. ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.

આ સમાચાર અમેરીકાને લગતા છે. માર્કેટ અને ઈકોનોમીના એક એનાલીસ્ટે ચેતવણી આઅવી છેકે અમેરીકા ધીમે ધીમે મંદી તરફ આગળ વધી રહયું છે. અને ભવીષ્યમાં એક ભયંકર મહામંદી રિસેશન જોવા મળશે. આ દરમ્યાન અમેરીકન બજારમાં શેરોના ભાવ ૩૦ ટકા સુધી ગગડે તેવી વાત પણ તેમણે કરી છે.

બીસીએ રીસર્ચના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજીસ્ટ પીટર બેરેઝીને આ ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે અમેરીકામાં બધું બરાબર નથી રહયું અને મહામંદીની તલવાર લટકે છે. તેઓ માને છે કે ર૦રપની શરૂઆતમાં અથવા મધ્યમાં શેરબજારમાં મોટા ગાબડા પડશે. જો આવું થશે તો એસ એન્ડ પી પ૦૦ ઈડેક્ષ ઘટીને ૩૭પ૦ પર પહોચી જશે જે હાલમાં પપ૦૦ની ઉપર ચાલે છે.

એટલે કે ત્રીજા ભાગની વેલ્યુનો સફાયો થઈ જશે.બેરેઝીનનું કહેવું છેકે આગામી મહીનાઓમાં લેબર માર્કેટ ધીમું પડશે ત્યાર પછી બધો આધાર કન્ઝયુમર સ્પેન્ડીગ પર આવી જશે જે ઈકોનોમીક ગ્રોથનું બહુ મહત્વનું ડ્રાઈવર છે. કોઈ પણ જગ્યાએ ફુગાવો અને બેરોજગગારી વચ્ચે એક સંબંધ હોય છે. અને આ સંબંધ ફિલીપ્સ કર્વથી માપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.