ભરૂચમાં રૂપાલાના નિવેદન મુદ્દે સમસ્ત ક્ષત્રિય – રાજપુત સમાજનું આગળ ધપતુ આંદોલન
(પ્રતિનિધિ)ભરૂચ, ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપુત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.ત્યારે રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય – રાજપુત સમાજની બહેનો દ્વારા ૧૫ હજારથી વધુ પત્રો લખવાનો પ્રારંભ કરાયો છે.
ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.ત્યારે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજની બહેનોએ વડાપ્રધાને બહેનોને કહેલ કે મુશ્કેલીમાં હોવ તો પત્ર લખશો તેને યાદ કરી તેઓને સમાજની બહેનો આજથી જ ભરૂચના રાજપુત છાત્રાલય ખાતેથી પત્ર લખી રૂપાલા હટાઓ સ્વમાન બચાવોના નારા સાથે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરાવવાની માંગ કરી રહી છે.