Western Times News

Gujarati News

૧૩મી નવેમ્બર-સોમવારના રોજ અક્ષરધામના પ્રદર્શન ખંડો, વોટર શો સહિત તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે

અક્ષરધામ – ગાંધીનગર ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી – દીવડાઓનો અલૌકિક ઉત્સવ

દીપાવલી – અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૧ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે. All the attractions of Akshardham including exhibition halls, water show will be open on 13th November-Monday

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર – સંયમ – સત્ય – દયા – અહિંસા – અસ્તેય – ધર્મ – જ્ઞાન – વૈરાગ્ય – ભગવાનની મહિમાએ સહિત ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ અલૌકિક પર્વે દર્શનાર્થીઓ રવિવાર, તા. ૧૨-૧૧-૨૦૨૩ થી રવિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૩ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિક અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.  સોમવાર, તા. ૧૩-૧૧-૨૦૨૩ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

*Akshardham-Gandhinagar will celebrate Diwali – the Festival of Lights*

The holy festival of Diwali celebrates the attainment of enlightenment and freedom from the darkness of ignorance. Every year, for the past 31 years, Swaminarayan Akshardham has celebrated this auspicious occasion by lighting 10,000 traditional lamps. This majestic Festival of Lights inspires every human being to illuminate their life by lighting the lamps of virtues such as truth, kindness, non-violence, righteousness, spiritual knowledge, worldly detachment, devotion to God, and others.

This year, too, visitors can experience and be inspired by the decorative Festival of Lights including glow garden during the Diwali and Hindu New Year period from Sunday, 12 November 2023 to Sunday, 19 November 2023.

*On Monday, 13 November 2023, the Akshardham Complex will remain open and visitors can experience the Exhibitions, Water Show and other attractions.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.